શરીરમાં ઉર્જા વધારવા વિટામિન બી 12 અત્યંત કારગત અને અક્સિર !!!

આપણા શરીર માટે દરેક પોષક તત્વોનું પોતપોતાનું મહત્વ હોય છે. પરંતુ જો વિટામિન બી-12ની ઉણપ હોય તો સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણી ખતરનાક બીમારીઓનો ખતરો રહે છે. ખાસ કરીને નર્વસ સિસ્ટમ અને મગજ પર ખરાબ અસર પડે છે. સૌ પ્રથમ તમારે તેના લક્ષણો શું છે તે જાણવાની જરૂર છે. ચાલો જાણીએ કે વિટામિન બી12 ની ઉણપથી શરીરને શું નુકસાન થાય છે.વિટામીન બી12 શરીરમાં શું મહત્વ છે તેના વિશે ટૂંકી પણ દરેક માટે આવશ્યક એવી જાણકારી મેળવી ખુબજ જરૂરી છે.

વિટામીન બીટવેલને તબીબી ભાષામાં કોબે લેબીન તરીકે પણ ઓળખવામાં આવે છે.વિટામીન બી12 આપણા શરીરમાં થી ઉત્પન થતું નથી તે ખોરાકના સ્ત્રોત દ્વારા જ મળતું હોવાથી તેની ઉણપ માટે ખૂબ જ સાવચેતીપૂર્વક ના આહાર ની આવશ્યકતા છે ખોરાક માંથી પ્રાપ્ત થતું વિટામીન બી12 ની અછત થી લોહી ની રચના થી લઇ ખોરાકનું પાચન અને ચેતા તંત્રમાં પણ મોટી સમસ્યાઓ નું સર્જન થાય છે વિટામીન બી12 વનસ્પતિજન્ય ખોરાકમાં અપૂરતા ખરીદીના કારણે પૂરતા પ્રમાણમાં મળતું નથી હાથી વિટામીન બી12ની ઉણપ શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે.

એનિમિયા: એનિમિયામાં, શરીરમાં લોહીની ઉણપ થાય છે, આવી સ્થિતિમાં વિટામિન બી12 યુક્ત ખોરાકનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પોષક તત્વોની મદદથી રેલ બ્લડ સેલ્સ બનવાનું શરૂ કરે છે. જો આ પોષક તત્વો ઓછા થઈ જાય તો હિમોગ્લોબિન પણ ઘટી જાય છે.

પેટની બિમારીઓ: જો શરીરમાં વિટામીન બી12ની ઉણપ હોય તો પેટ સંબંધિત રોગોનો ખતરો રહે છે. જેમાં ક્રોન ડિઝીઝ, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેથી તમારે એવો ખોરાક લેવો જોઈએ જેમાં આ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય.

સ્કીન ઈન્ફેક્શન: વિટામીન બી12ની ઉણપ ચામડીના રોગોનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં ઘાના રૂઝાવવામાં મોડુ થવું, નખની સમસ્યાઓ, વાળ ખરવા જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આ પોષક તત્ત્વોની ઉણપથી સ્કીન ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.

અન્ય સમસ્યાઓ: વિટામીન બી12ની ઉણપથી થતા રોગોની યાદી ઘણી લાંબી છે. તેમાં કમજોરી, ચીડિયાપણું, થાક, પગ ઝકડાઈ જવા, નર્વસ સિસ્ટમને નુકસાન, મેન્ટલ ડિઝીઝ, ગર્ભાવસ્થામાં સમસ્યાઓ અને હાડકામાં દુખાવો સામેલ છે. પેટના રોગ થવાના પણ પ્રશ્નો ઉભા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.