કરતારપૂર ગૂરૂદ્વારા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા અનેક આતંકી કેમ્પો ધમધમતા હોવાના ગુપ્તચર અહેવાલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ભારત-પાકિસ્તાન વચ્ચે સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક તિર્થક્ષેત્રનાં ઉદાર અને સહજ સંબંધોના વિકાસ માટેની સતત ચાલી રહેલી કવાયતના પરિભાગરૂપે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા કરતારપૂર ગૂરૂદ્વારામાં ભારતથી શીખભકતો સહેલાઈથી દર્શને જઈ શકે તે માટે કરતારપૂર કોરિડોરની રચના કરવામાં આવી છે.ત્યારે કરતારપૂર તિર્થક્ષેત્ર ધરાવતા પાકિસ્તાનના નારોવાલજિલ્લામાં અસંખ્ય આતંકવાદી ટ્રેનીંગ કેમ્પ ધમધમતા હોવાના અહેવાલો સરકારને મળતા ખળભળાટ મચી ગયો છે. સરકારે કરતારપૂર કોરીડોર ભારતીય શ્રધ્ધાળુઓ માટે વિના વિઝાએ ખોલવાના નિર્ણયના એક અઠવાડીયા પૂર્વે ગુપ્તચર વિભાગના આ અહેવાલે સુરક્ષાદળોને સચેત કરી દીધા છે.ભારત પાક વચ્ચે રચવામા આવેલા કોરીડોરમાં ભારતના પંજાબના ગૂરૂદાસપૂર જિલ્લાનાં ડેરાબલા નાનકસાહેબ અને પાકિસ્તાનના પંજાબના નારોવાલાજિલ્લામાં આવેલા કરતારપૂર સાહેબ ગૂરૂદ્વારને કોરિડોરમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુપ્તચર વિભાગે આપેલા અહેવાલમાં જણાવાયું છેકે પાકિસ્તાનના પંજાબના મુરીદ સકરગઢ અને નારોવાલ જીલ્લામાં અસંખ્ય પૂરૂષ મહિલાઓને આતંકી ટ્રેનીંગ આપતા ટ્રેનીંગ કેમ્પો ધમધમી રહ્યા છે. આ વિગતોને પગલે સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દેશની સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા હાથ ધરી પંજાબના સીમાવર્તી વિસ્તારની સુરક્ષા ચર્ચા કરી હતી સુરક્ષા એજન્સીઓનાં મતે કરતારપૂર કોરીડોરને ભારત વિરોધી ગતિવિધીઓ ઉપયોગ થાય તેવી દહેત વ્યકત કરી કોરીડોરના માધ્યમથી ભારત વિરોધી તત્વો ભારતનો દુષ્ટપ્રચાર અને દેશ વિરોધી પ્રવૃત્તિઓનું કાવતરૂ પાર પાડી શકે છે.અગાઉ એવી દહેશત વ્યકત કરવામાં આવી હતી કે કરતારપૂર સાહેબ કોરીડોરનો પાકિસ્તાન શિખોની લાગણીઓ ઉશ્કેરીને ખાલિસ્તાન એજન્ડાને હવા આપવાની મેલીમુરાદ ધરાવે છે. બીજી તરફ આવિસ્તારમાં ભારતની હદમાં ૩ થી ૪ કિમી સુધી પાકિસ્તાનનું મોબાઈલ નેટવર્ક પકડાતું હોવાથી દાણચોરો, ડ્રગ માફીયાઓ અને પાક. તરફી તત્વોની ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાની સીમકાર્ડના દૂરૂપયોગની દહેત વ્યકત કરવામાં આવી હતી.
પંજાબની સિમાવર્તી સુરક્ષાની જવાબદારી સંભાળતી એક કેન્દ્રીય સરહદીય સુરક્ષા એજન્સીએ પંજાબ પોલીસને આ વિસ્તારમાં પાકિસ્તાની સિમકાર્ડના ઉપયોગ બંધ કરવાની વિનંતી કરી હતી આ દિશામાં રાજસ્થાનના ગંગાનગર જીલ્લાના કલકેટરે પાકિસ્તાનના સીમ વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. આજ રીતે વિશ્ર્વમાં કેટલાક શિખ સંગઠનો ભારત વિરોધી ગતિવિધિ, દુષ્પ્રચાર અને ન્યાય મેળવવા માટેની કહેવાતી લડત ડિઝીટલ મીડીયાના માધ્યમથી ચલાવતા હોવાની બાબત પણ ભારત માટે ચિંતાનો વિષય બની ગઈ છે.ભારતે શીખોની ધાર્મિક લાગણીને સન્માનીતકરી પાકિસ્તાન સાથે કરતારપૂર કોરીડોરમાં પ્રોજેકટ માટે ઉદાર વલણ અપનાવ્યું છે. અને ભારતના શીખ ભાવિકો વગર વિઝાએ કરતારપૂર સાહેબના દર્શને જઈ શકે તે માટે પાકિસ્તાન સાથે કરારબધ્ધ બની છે.ત્યારે પાકિસ્તાનના ભારત વિરોધી તત્વોના કરતારપૂર વિસ્તારના આસપાસ ચલાવવામાં આવતા આતંકવાદી કેમ્પો ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે.