એક ગાય કારમી ભૂખને કારણે કચરાના ઢગલામાં પડેલી આખી ફાટેલી તૂટેલી રામાયણ ચાવી ગઈ: બીજા દિવસે સરખી માવજત નહિ થવાને લીધે કતલખાને જઈને ઓહિંયા થઈ ગઈ! ‘કોરોના’નો ભરોસો કરવાનું નહિ પાલવે: એલર્ટ અનિવાર્ય
કેટલાક લોકો ન ગુણા નીવડે જ, ને કોરોના વાયરસ જો હજુયે એનાં લક્ષણ ઝળકાવે તો તેઓ ‘જનતા કફર્યુ’ની અમલ-પધ્ધતિનો પણ વાંક કાઢે ! આ તો જગત છે ભાઈ!
‘કોરોના-વાયરસ’ની ચોટલી પકડીને તેને કોઈક એવી અજબજેવી એટલેકે લોખંડ કરતા’ય વસમી કોટડીમાં પૂરી દે અને એને ખતમ પણ કરી નાખે એવા ત્રણે ભુવનમાં જેમના બળ-બુધ્ધિની અને શ્રી રામની સાથે જેમની ભરતજી સમી બંધુતા છે એવા શ્રી હનુમાનજી મહારાજને જનતા-કર્ફયુની આગેવાની લેવાનો સર્વસંમત મત મેળવાયો હતો તે પછી જનતા-કર્ફયુની અમલ પધ્ધતિનો કોઈ વાંક ન જ કાઢી શકે એવો ઘાટ ઘડાયો જ હતો. એટલે ‘જનતા-કર્ફયુ’ પછી એનાથીયે ચઢિયાતા પગલાં આપણા દેશે અને આખા દેશે શોધવા જ પડશે.
વડાપ્રધાને તેમના રાષ્ટ્ર જોગ પ્રવચનમાં જનતા -કર્ફૂયુ ઉપરાંત બીજા અસંખ્ય સૂચનો કર્યા હતા. અને તેનું ચૂસ્ત પણે પાલન કરવા ઉપર ભાર મૂકીને એવી ટકોર કરી જ હતી કે, ‘કોરોના વાયરસ’ લેશ માત્ર ભરોસો કરવા જેવા નથી.
જેમ બધા જ માણસો ભરોસો કરવા જેવા નથી હોતા તેમ બધા જ રોગો અને બધા જ ધંધાર્થીઓ વ્યાપારીઓ ભરોસો કરવા જેવા નથી હોતા! આજના જમાનામાં તો ભાઈ-ભાઈ વચ્ચે ભરોસાની ઉણપ રહે છે. અને તેઓ એકબીજાની સામે કોર્ટે ચડે છે !
‘કોરોના વાયરસ’નો ભરોસો કરવો કે નહિ તે વિષે કોઈ નિશ્ર્ચિતપણે કાંઈ કહી શકે તેમ નથી.આનાથી એટલું સિધ્ધ થયું કે, આપણે વેદિક સંસ્કૃતિને વરેલા હિન્દુઓ હતા અને હજુ પણ છીએ.
કવિકુલગુરૂ કાલીદાસ, ભાવભૂતિ, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત, ચાણકય, સમ્રાટ અશોકની સંસ્કૃતિને વરેલા હતા. શ્રીરામની, શ્રી કૃષ્ણની અને કબીર, તુલસીદાસની સંસ્કૃતિને વરેલા હતા. ખરેખરા હિન્દુસ્તાની હતા.
એને લગતુ આપણા વિચારકોએ કરેલું ચિંતન અહી યાદ કરવા જેવું છે અને એવું રૂઢીકરણ કરવા જેવું છે. આમ જોઈએ તો માણસ-માણસ વચ્ચેના સામાન્ય વ્યવહારમાં વિશ્ર્વની આખી માનવજાત કેટકેટલાં ભરોસાઓને ટેકે ઉભી છે. પરંતુ કોરોના વાયરસમાં આપણા વડાપ્રધાનતો નથી જ, આખા જગતમાં કોઈને પણ નથી.
વડાપ્રધાને આપણા દેશની સમગ્ર પ્રજાને જે કાંઈ સલાહ સૂચનો કર્યા છે. તેનું પૂરેપૂરૂ પાલન કરવાની અને દેશના જુદા જુદા ભાગોમાંથી જે કાંઈ સલાહસૂચનો અને ચેતવણીઓ આવે તે મુજબ શ્રધ્ધાભેર વર્તવાની પણ આપણી ફરજ છે. તેમ સમજીને તેનું પાલન આબાલવૃધ્ધ સૌએ કરવું ઘટે છે.
આજની ઘડીએ કોરોના વાયરસ સામેના યુધ્ધમાં આપણા દેશના તમામ વર્ગોના લોકોએ તેમના ભાગે આવતી કામગીરીને પૂરેપૂરા ખંતપૂર્વક અદા કરવાની છે, કારણ કે એ રાષ્ટ્રધર્મ છે. સામાજીક કર્તવ્ય છે, જે બજાવ્યા વિના માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકી ગયાનો દોષ આપણા ઉપર આવી શકે છે.
આપણા દેશના ખૂણેખૂણે રહેતા તમામ લોકોએ એકસંપે અને પૂરેપૂરી શકિતથી જે યુધ્ધ લડવાનું અનિવાર્ય બન્યું છે. તેના કટોકટીના વખતે જ, કમનશીબે આજે આખો સમાજ અનેક વિભાગોમાં વહેચાયેલો છે. ઉચ-નીચ અને અસ્પૃશ્યતાનો ભેદભાવ તો પેલા પણ હતો, શોષણ પણ હતુ પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી વર્ગભેદ બીજા અનેક સ્વરૂપે ઉપસી આવ્યો છે. તેમાં શિક્ષણનાં ક્ષેત્રમાં આપરા સૌના દ્વારા વર્તવામાં આવેલી બેદરકારી, હાલની રાજનૈતિક વ્યવસ્થા (જે અંગ્રેજો આપણને વારસામાં આપીને ગયા છે) તથા સામાજીક સંગઠનોએ નવનિર્માણના ક્ષેત્ર પ્રત્યે દાખવેલી ઉપેક્ષા જવાબદાર છે. કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ ત્યાંના નાગરિકોની માનસિક, ભાવનાત્મક, પૃષ્ઠભૂમિના આધારે થાય છે. ખોટા રીતરિવાજો, બદીઓથી ભરપૂર વાતાવરણમાં નિકૃષ્ટ વ્યકિતઓ જ પેદા થશે. જો સમાજનું વાતાવરણ બદલી દેવામાં આવે તો સામાજીક સંસ્કારોની છાપ મન પર પાડી શકાય છે. આજે સમગ્ર સમાજમાં જે અવ્યવસ્તાઓ ફેલાયેલી છે. તેના માટે સરકાર નહિ, આપણે બધા જ જવાબદાર છીએ, કારણ કે હજી સુધી આપણીનવીન સંરચના થશે ત્યારે જ રાષ્ટ્ર અખંડ અને સશકત બની શકશે. આવી સ્થિતિમાં સમજદાર અને સાચા દેશભકત લોકોએ તેમની બમણી શકિતથી લડવાનું છે.
જ્ઞાન અને વિજ્ઞાન, બંનેનો સમન્વય કરવાનો છે. લેશમાત્ર ભરોસા પાત્ર નથી એવા શત્રુને મ્હાત કરીને વડાપ્રધાનને વિજયયાત્રાનું બળ આપવાનો ધર્મ પણ આપણે બજાવાનો છે.