પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે એટલે કે ૧ ડીસેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. કોઈ પણ વ્યક્તિ જયારે મતદાન કરવા જાય ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારની વીડીયો કલીપ બનાવી શકે નહિ અને વાયરલ પણ કરી શકે નહિ ત્યારે સુરતમાં કોર્પોરેટર દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની છે જ્યાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે મતદાન દરમિયાન બૂથ પરથી વીડિયો બનાવીને ભાજપને મત આપવાની અપીલ કરતા ચૂંટણી પંચે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત શહેરના વોર્ડ નંબર 28 પાંડેસરાના ભાજપના કોર્પોરેટરે મતદાન કર્યા બાદ એક વીડિયો બનાવ્યો હતો. શરદ પાટીલે મતદાન મથકથી વીડિયો બનાવીને કમળને મત આપવાની અપીલ કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સુરતના પાંડેસરા વૉર્ડ નંબર 28ના કોરોપરેટર શરદ પાટીલ સામે ગુનો નોંધાયો છે. મોબાઇલ માં મત આપતી વખતે વીડિયો બનાવ્યો હતો. આ વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો જોયા બાદ ચુંટણી પંચ હરકતમાં આવ્યું છે. અને કોર્પોરેટર પર ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પાંડેસરાના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે