શિયાળામાં બુર્ઝુગોને વધતા દુ:ખાવાથી રાહત મેળવવા અપનાઓ આ આર્યુર્વેદિક ઉપચાર
ઉમ્ર વધતા જ શરીરનાં હાડકા નબળા પડતા જાય છે અને ઘરનાં વડીલો અને બુઝુર્ગોની પાસેથી તમે સાંભળ્યું જ હશે કે તેમને સંધીવા છે. તેમાં પણ શિયાળો આવતા જ તે ખૂબજ પીડાદાયક બની જાય છે. એક સાંધાનો દુખાવો અન્ય સાધાઓને પણ પ્રભાવિત કરી શકે છે. સામાન્ય રીતે સંધીવાના લક્ષણો ૬૦ થી ૬૫ વર્ષની ઉમ્ર બાદ જ જોવા મળતા હોય છે. ત્યારે ઠંડા વાતાવરણને કારણે હાડકા સુકા રક્ષક બની જતા હોય છે. જેનાથી દુખાવાનું પ્રમાણ પણ વધે છે. સ્વસ્થ્ય નિષ્ણાંતોના મતે રોજીંદા આહારમાં થોડાક સુધારા કરીને પરિસ્થિતિને સંભાળી શકાય છે. આયુર્વેદ નિષ્ણાંત ડો. ધનવન્તરી જણાવે છે કે ગરમ પાણીથી સંધીવાની જગ્યાએ શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે. આ સહિત તીવ્ર દુખાવાના મટાડવા માટે આયુર્વેદીક ઔષધી રામબાણ ઉપાય છે. જેનાથી સંધીવામાં તમને ચોકકસ રાહત થશે.
નીગુંન્દી
નીગુંન્દી સાંધાના દુખાવા માટે ખૂબજ જાણીતું અને ગુણકારી ઔષધી છે. તે તીવ્ર દુખાવાથી રાહત અપાવે છે. જેમાં એન્ટી ઓકસીડેન્ય તત્વો સમાયેલા છે.જે નીગુન્દીનાં પાંદડામાં સમાયેલા હોય છે. જેનો સ્વાદ કડવો હોય છે. અને બીજોમાં ગુણકારી ઔષધીઓ હોય છે. તમે નીર્ગુન્ડીના તેલથી પણ મસાજ કરી શકો છો. અથવા તેના પાંદ પીસીને પણ લગાવી શકો છો.
અજવાઈન
અજવાઈન સંધીવાના દર્દીઓ માટેનું યોગ્ય ઉપચાર છે. જે શિયાળામાં થતા દર્દથી પણ રાહત અપાવે છે. તમારે ફકત અજવાઈનની ચમચી ભરીને તેને ગરમ પાણીમાં નાખી ત્યારબાદ દુખાવા વાળા ભાગને તે પાણીમાં ૫ થી ૧૦મીનીટ બોળી રાખો તે તમને દુખાવામાં રાહત અપાવશે તેનો અન્ય ઉપાય તમે તેના બિને પીસીને દુખાવાના સ્થળે લગાવી શકો છો.
દશમુલ
દશમુલ કોઈ આયુર્વેદીક ઔષધી નથી પરંતુ ૧૦ અલગ અલગ ઔષધીઓનું મિશ્રણ છે. જેમાં પતાલા, ગમભારી, બ્રિહાતી, શલપર્તી જેવી અનેક ઔષધીઓનું સમાવેશ કરવામા આવે છે.જે તેલ અને પાઉડર બંને રૂપમાં મળી જાય છે.
શાલકડી
શાલકડી સાંધાના દુખાવાથી તમને ચોકકસ રાહત અપાવશે ફકત દુખાવો જ નથી ઘટાડત પરંતુ શરીરને નવી ઉર્જા પણ આપે છે. જેણે હાલ મોર્ડન પેઈન કિલરનું રૂપ ધારણ કરી લીધું છે.
નીલગીરીનું તેલ
આ સંધીવા માટે સામાન્ય અને અસરકારક ઈલાજ છે. નીલગીરીના તેલને મસાજ કરવાથી સોજામાં રાહત થાય છે. અને ધીરે ધીરે આ રોગથી પણ મૂકતી મળે છે.
આદુ
આ એક એવો ઉપાય છે જે તમને તમારા ઘરનાં રસોડામાંજ મળી જશે. આદુના તત્વો શરીરમાં રકત સંચાર વધારવાની સાથે સાથે ગરમી પણ પેદા કરે છે. તમે સાંધાના દુખાવા માટે આદુની આ અથવા આદુની પેસ્ટ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.