દરેક માનવીના જીવનમાં બાળપણથી આગળ વધતા જીવનયાત્રામાં મિત્રો સતત બદલતા રહે છે
પરિવાર બાદ દરેકના જીવનમાં દિનચર્યા કે રજાના ગાળામાં મિત્રોનું સ્થાન વિશેષ હોય છે. એક સર્વે મુજબ 98 ટકા લોકો માને છે કે તેના જીવનમાં ચાર થી પાંચ મિત્રોનું સ્થાન નિરાલું છે. એક વાતએ પણ જોવા મળે છે કે જેમ જેમ વય વધે તેમ આપણી પ્રાથમિકતા સાથે મિત્રો બદલાય છે અને તેમા નવા ફેરફારો પણ જોવા મળે છે, પણ બાળપણના ભાઇબંધ સૌથી વધુ તાકાતવાર જોવા મળે છે.
આજે વિશ્ર્વ મિત્ર દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય રહ્યો છે ત્યારે જીવનનાં આનંદસમા આ મિત્રને સન્માન સાથે તેની સારી વાતોને અનુસરીને પોતાનું જીવન સફળ બનાવવા સૌએ કાર્ય કરવાની જરૂર છે. સંગત દરેકનાં જીવનમાં અતી મહત્વનો ભાગ ભજવતો હોવાથી ‘મિત્રો’ પસંદ કરતી વખતે સાવચેતી રાખવી જોઇએ. આજના યુગમાં ડીજીટલી કે સોશ્યલ મીડિયાના મિત્રો વધ્યા છે પણ તેને આપણે બરોબર ઓળખતા જ નથી તેથી તે બાબતે તકેદારી રાખવી જરૂરી છે. 2011થી આ દિવસ ઉજવાય રહ્યો છે.
મિત્રતાનું પાલન એક ધ્યેય, જાતિ, રંગ, ધર્મ અને અન્ય પરિબળો વચ્ચેના અંતરને દૂર કરે છે. મનુષ્યની એકલતામાં ‘મિત્રો’ જ સધિયારો બનીને સંતોષ આપે છે. દેશ-વિદેશના મિત્રો દેશો, લોકો, સંસ્કૃતિઓ અને મિત્રતા વચ્ચે શાંતિના પ્રયાસોને પ્રેરણા આપે છે. મિત્રો જૂના કે નવા મિત્રો જ હોય છે. માનવીના સંર્વાગી વિકાસમાં શિક્ષણ, પરિવાર પછી ‘મિત્રો’નું સ્થાન આવે છે.
આજે આ દિવસો પણ ઉજવાશે !!
– વિશ્વ મહાસાગર દિવસ
– બક્ષિસ દિવસ
– પ્રાણી સંગ્રહાલયના હાથીઓનો દિવસ
– ઝેર દિવસ
– અપ્સી ડેઝી ડે (તેજસ્વીતા લાવવા પ્રોત્સાહિત)
– થોમસ પેઇન ડે
– જોન નદી દિવસ
– ફેમિલીફન પેક ડે