કોરોનાની બીજી લહેર અંતિમ ચરણમાં આવેલ હોય ત્યારે શહેરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ રહી છે જેમાં વેપારીઓ અને વ્યવસાયીઓને આ સમયે ઘરે બેસવું પડ્યું હતું જેના પગલે આર્થિક સ્થિતિ ડામાડોળ થયેલ છે અને અનેક લોકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે જે પગલે મહાનપાલિકા દ્વારા ઉધરાવાતો વ્યવસાયવેરો એક વર્ષ માટે માફ કરવામાં આવે તેવી સામાન્ય સભામાં વેપારીઓ અને વ્યવસાયીઓના હિતમાં કોંગ્રેસ દ્વારા દરખાસ્ત મુકવામાં આવેલ હતી જેમાં આ દરખાસ્તનો ભાજપે જ બહુમતીથી વિરોધ કર્યો હતો અને પ્રજાના હિતની દરખાસ્ત ભાજપના શાસકોએ નકારી હતી.
રાજ્ય સરકાર દ્રારા રાજ્યમાં સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ અને જીમને 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા માટે પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. મોલ-મલ્ટીપ્લેક્સ અને જીમને વીજ બીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કોંગ્રેસ આવકારે છે.
નાના-મોટા વેપારીઓ, વ્યવસાયીઓને પ્રોફેશનલ ટેક્સમાં બે વર્ષની મુક્તિ આપવા અને કારખાનાઓ, ગૃહ ઉદ્યોગ, દુકાનદારો સહિતનાઓને પણ ઉપરોક્ત નિર્ણયમાં સમાવવા અને સંવેદનશીલતા દાખવવામાં આવે તેવી વેપારીઓ અને વ્યવસાયીઓ તેમજ ઉદ્યોગ સાહસિકોના હિતમાં વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. વેપારીઓના બે વર્ષના સમયગાળામાં પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલમાંથી રાહત આપવાની માંગણી કરી છે.આ અંગે પ્રજાહીતાર્થે સત્વરે નિર્ણય લેવાની અપીલ પણ કરાય છે.