દરેક વ્યક્તિની વ્યક્તિગત ઓળખ માટે દરેકને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. પરંતુ એક એવા ગામ વિશે તમે જાણો છો જ્યાં દરેકના નામ એક સરખા છે. ભલે પછી તે સ્ત્રી હોય કે પુરુષ, આ ગામમાં રહેતા દરેક વ્યક્તિના નામમાં રામ અથવા કૃષ્ણ હોય છે. આ ગામનું નામ ઇદ્રીશપુર છે, જે ઉતર પ્રદેશના બાગપત જિલ્લામાં આવે છે. અહીંયા લોકો આદ્યાત્મિક છે. ભક્તિના કારણે આખા ગામમાં કોઈપણ વ્યક્તિ માંસાહાર પણ નથી કરતી.
ઉતર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈદ્રીશપુર નામનું એક ગામ આવેલું છે. જ્યાં દરેક વ્યક્તિના નામમાં ભગવાન રામ અને કૃષ્ણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘરોમાં દરરોજ ભગવાનની આરતી કરવામાં આવે છે. આ ગામમાં 15 થી વધુ ઝૂંપડીઓ છે, જ્યાં દર અઠવાડિયે રામચરિતમાનસ અને અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
આ ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ઇદ્રીશપુર ભગવાન રામનું શહેર છે. તેમજ પ્રાચીન સમયથી આ ગામ મહાન અને સિદ્ધહસ્ત સંતોનું નિવાસ સ્થાન છે. આ મહાન સંતોની પ્રેરણાથી અહીના ગ્રામજનો પ્રભુ પ્રત્યે આસક્ત બન્યા હતા. તેણે કહ્યું કે, આ આખા ગામમાં કોઈ માંસ કે દારૂનું સેવન પણ કરતું નથી. અહીં દર વર્ષે ભાગવત અને રામ કથાનું આયોજન કરાઇ છે.
આ ગામમાં એક મોટો આશ્રમ છે. લોકો અહીં પ્રાર્થના કરે છે અને મહાન સંતો આ ગામમાં રહીને લોકોને ભક્તિથી જાગૃત કરે છે. બાળકોને શરૂઆતથી જ ભક્તિના મૂલ્યો આપવામાં આવે છે, જેના કારણે આ ગામને ભગવાન કૃષ્ણ અને ભગવાન રામનું ગામ કહેવામાં આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી.