આ ફોટો બાંગ્લાદેશનો છે… અબતકના એક વાંચકે આ ફોટો મોકલ્યો હતો… આ ફોટો આમ તો સામાન્ય છે પણ જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો રોડ પર વહેતુ પાણી લાલ રંગનું છે. આ પાણીમાં કોઈ રંગ મિશ્રિત નથી થયો પણ અબોલ પશુઓનું લોહી ભળી જતાં પાણીનો રંગ લાલ થઇ ગયો છે. બાંગ્લાદેશમાં ઈદ નિમિત્તે એટલી મોટી સંખ્યામાં અબોલ પશુઓની ક્રૂરતાપૂર્વક કુરબાની આપવામાં આવી કે, વરસાદ વરસતા રોડ પર જાણે લોહીની નદીઓ વહી હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા,
બાંગ્લાદેશમાં ઈદ નિમિત્તે રુવાડા ઉભા કરી દયે તેવા દ્રશ્યોનું સર્જન થયું હતું. અમે કોઈ ધર્મ, સમુદાયની પ્રથાનો વિરોધ નથી કરી રહ્યા પણ માનવતા હંમેશા તમામ ધર્મ અને રીત રિવાજોથી ઉપર છે અને રહેવાની પણ અહીંયા માનવતાને નેવે મૂકી અબોલ જીવોની બેફામ કુરબાની આપવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને એવી લાગણી ઉદભવે કે, જાણે માનવતા મરી પરવારી હોય તેવી રીતે અબોલ પશુઓની નિર્મમ કુરબાની આપવામાં આવી હતી.