વ્યક્તિનાં જીવનમાં જે પણ યોગ બને છે તે બધા ભાગ્યનાં આધારે જ બને છે. જો કોઇનું ભાગ્ય સારુ હશે તો તેના હાથની રેઆઓ જન્મથી જ સારી હોય છે.

જીવન રેખાથી એક રેખા શનિ પર્વત તરફ જાય છે. જેને બીજી ભાગ્ય રેખા પણ કહેવામાં આવે છે. બધી આંગળીઓ સમાન સ્થળેથી નીકળે છે. ઓછામાં ઓછી ત્રણ આંગળીઓ સમાન સ્થળેથી નિકળવાને રાજયોગ કહે છે, સાથે અંગૂઠો લાંબો હોય છે. મસ્તિક રેખામાં કોઇ પ્રકારનાં દોષ ન હોય તેને રાજયોગ કહે છે.

આવા લોકોનાં હાથ કોમળ અને મુલાયમ હોય છે. આ લોકોમાં સહનશીલતા ખૂબ હોય છે. આ લોકોનાં હાથમાં બધા ગ્રહો ઉન્નત હોય છે. અને હાથના રંગ લાલ હોય છે. જે બધા દોષોને નષ્ટ કરે છે. યાત્રા કરવાની આ લોકોની રીત અલગ જ હોય છે. શનિની આંગળ લાંબી હોય છે જેનાથી તે સ્પષ્ટ થાય છે કે ધન અને સફળતા બંને આપને સાથે આપે છે. આવા વ્યક્તિઓનાં હાથમાં ગુરુ ગ્રહના ક્ષેત્રમાં કોઇ ખરાબ રેખા નથી હોતી. જીવન રેખા સાથે ભાગ્ય રેખા પણ સારી હોય છે. આ બંને રેખા વચ્ચે અંતર પણ હોય છે. આ લોકો દાન કરવામાં આગળ પડતા હોય છે. પ્રતિષ્ઠા અને સંપતિના સ્વામી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.