આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર એવું કહે છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. પરંતુ બાળક જ્યારે જન્મે છે ત્યારે પરિવારના સભ્યોનો પહેલો આતુરતા પૂર્વકનો પ્રશ્ન એ જ હોય છે શું આવ્યું બબો કે બેબી??? અને એમાં પણ જો એવું કહેવામા આવે કે બેબી જન્મી છે ત્યારે પાલી જ પળમાં ખુશી થવાને થોડો અફસોસ જળકાય છે. એવું થવાનું માત્ર એક જ કારણ છે કે હજુ પણ આપણાં સમાજમાં પુરુષ પ્રાધાન્યની સ્થિતિ જોવા મળે છે. જ્યારે હજુ પણ કુટુંબ અને મિલકતનો વારસદાર એટલે દીકરો જ એવું માન્યતા બદલાઈ નથી.
ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ પણ જીવનો જન્મ થાય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે તેનું ભવિષ્ય તેની જતી પર નિર્ભર છે, કારણ કે જો એ દીકરી તરીકે જન્મે છે તો એને લગન કરવા અને સાસરે જવાનું નિશ્ચિત છે અને જો એ દીકરા તરીકે જન્મ લ્યે છે તો ઘરની જવાબદારીઓ, કમાવવું, વારસો સાંભળવો એ તેનું ભાવિ છે.
અને આ જ માન્યતા સદીઓથી ચાલી આવ છે. જ્યારે આ બાબતે ખુશીની વાત એ છે કે આ વિચારસરણીમાં ધીમી ગતિએ પણ બદલાવ આવતો જાય છે. આજે અહી એવી જ વાત કરવાની છે જેમાં અત્યારના આધુનિક સમયમાં જે વ્યક્તિઓને લગ્ન બાદ સંતનમાં પુત્રીની ઈચ્છા હોય અને જન્મ પુત્રનો થાય છે તો સામાજિક લોકો એવું જ સૂચન આપતા હોય છે કે બસ હવે દીકરો આવી ગયો છે એટ્લે તમારે ચિંતા નથી. પરાંટું જે લોકોને ખરેખરા દીકરીની ઇચ હોય અને દીકરો આવે ત્યારે બીજા કોઈ જો દીકરીને લઈને સામે આવે ત્યારે તેના મનમાંથી પોતાના માટે એક અડસોસ વ્યક્ત થયા વગર રહેતો નથી કે કાશ મારે પણ એક દીકરી હોત.
જ્યારે બીજી બાજુ જે દંપતિઓને પહેલા સંતનમાં દીકરીનો જન્મ થયો હોય તો સામાજિક લોકોનું હંમેશા એવું જ સૂચન રહ્યું હોય છે કે તો બીજા બાળકની તૈયારીઓ કરો. અને હ આ બાબતે મે પહેલું બાળક એવો શબ્દ ખૂબ વિચારીને જ વાપર્યો છે, કારણ કે જે ને દીકરી જન્મી છે તેને કેમ દીકરાની એવી ઈચ્છા હોય છે કે બીજા બાળક તારીકે દીકરાનો જન્મ જ ઇચ્છતા હોય છે. મોટા ભાગના દંપતીની માનસિકતા આજ છે. જ્યારે ઘણા ઓછા એવા ળકો છે જેને વિચારો અને માન્યતાઓથી કઈક અલગ વિચાર્યું હોય અને પહેલા સંતમાં દીકરીને વધાવી હોય સાથે સાથે તેને સાપનો ભારો ન સમજી એક સ્વસ્થ અને ઉજળું ભવિષ્ય આપ્યું હોય જેમાં તે મુક્ત રીતે જીવી શકે.
જો ખરેખર દીકરા અને દીકરીમાં કોઈ ફર્ક ન સમજીએ અને બાળકને સાચા અર્થમાં ભગવાનનું સ્વરૂપ સમજીએ તો આપણી આવનારી પેઢીમાં કદાચ આપણી આ માન્યતાના બીજ નહીં રોપય અને દીકરા દીકરીઓને તેની યોગ્યતા મુજબની જિંદગી જીવવાનો હક મળી રહેશે.