મોટા ભાગના પરણિત યુગલોમાં આ બાબત જોવા મળતી હોય છે જ્યાં પતિ કે પત્ની આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે એકબીજા સાથે સમય પસાર કરવા કરતા સુઈ જવાનું વધુ પસંદ કરતા હોય છે. જેનું મુખ્ય કારણ થાક હોય છે. અને એમાં પણ જો એક સાથીની ઈચ્છા સુઈ જવાની હોય અને એક સાથીનો મૂળ રોમાંસ કરવાનો હોય તેવા સમયે ખૂબ જ વિકટ પરિસ્થીતી સર્જાતી જોવા મળે છે. આ ઉપરાંત જો થાકના કારણે ઊંઘવાનું પસંદ કરતા હોય અને સેક્સને અવગણતા હોય છે ત્યારે તેઓ તેના સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન કરતા હોઓઓ છે. તો આવો જાણીએ કે સ્વાસ્થ્યની સાથે સાથે સંબંધ માટે પણ કઈ વસ્તુ વધુ સારી છે સેક્સ કે ઊંઘ…???
ઓછી ઊંઘના પરિણામો…!!!
ઓછી ઊંઘ કરવાથી એકાગ્રતામાં ઉણપ આવવાની સાથે સાથે અસ્વસ્થ પણ અનુભવાય છે. આઉપરાંતુ રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે અને વજન પણ વધારે છે. એટલે પૂરતી ઊંઘ કરવી એ જરૂરી બાબત છે. એક સર્વે અનુસાર આપણે ભારતીયો દુનિયામાં સૌથી ઓછી ઊંઘલઈએ છીએ જેના કારણે અનેક સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે. જેમાં હ્યદયને લગતી બીમારીઓનો વધુ સામનો કરવાનો આવે છે. ઓછી ઊંઘને કારણે શરીરના મસલ્સને પૂરતો આરામ નથી મળતો હોતો જેનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ રહે છે. આ ઉપરાંત મગજને પણ પૂરતો આરામ નમાળવાથી તેમાં પણ ખામીઓ આવે છે. અને સૌથી મોટી વાત કે ઓછી ઊંઘ થવાને કલરને તમને વધુ કેલેરી યુક્ત આહાર લેવાની ઈચ્છા વધુ થાય છે જે શરીર માટે ખુબજ નુકશાનકર્તા છે.
તો સેક્સનું મહત્વ શું છે…???
જો તમારે સાથી છે અને સાથે જ રહો છો તો જીવનમાં અને સ્વાસ્થ્ય માટે સેક્સ લાઈફ પણ એટલી જ જરૂરી છે. જે તમારો આખા દિવસનો થાક દૂર કરે છે કારણ કે સેક્સ સમયે હેપી હોર્મોન્સ રિલીઝ થતા હોય છે. આ ઉપરાંત તમને અને તમારા સાથીને વધુ નજીક લાવે છે. સેક્સ દરમિયાન 300 જેટલી કેલેરી બળે છે જે તમે કદાચ 30 મિનિટ ચાલશો ત્યારે બળે છે. તેમજ રક્ત પ્રવાહ નિયમિત કરવાની સાથે સાથે હાડકાને પણ મજબૂત કરે છે. કોલેસ્ટેરોલનો પ્રશ્ન પણ દૂર કરે છે અને ગુડ કોલેસ્ટરોલ , બેડ કોલેસ્ટેરોલ ને કંટ્રોલમાં રાખે છે. શરીરના જુદા જુદા અંગોમાં શુદ્ધ લોહી પહોંચાડે છે જે થાક મહેસુસ કરાવતા વિષાણુઓનો નાશ કરે છે. નિયમિત રૂપનું સમાગમ આંતરડાને પણ લાબું અને સ્વસ્થ જીવન આપે છે.
તો પછી સારું શું છે સેક્સ કે ઊંઘ…???
એક્સપર્ટના કહેવા અનુસાર તો બંને બાબત જીવનમાં જરૂરી જ છે. છતાં પણ જો તમને સેક્સ પ્રત્યે અણગમો હોય તો ઊંઘ કરવી એ યોગ્ય પસંદગી છે. અને એક પૂરતી ઊંઘ કર્યા બંધ સેક્સને ખુલા માંથી એન્જોય કરો. આ ઉપરાંત જો થાક અને સ્ટ્રેસના કારણે ઊંઘ ના કરી શકતા હોવ ત્યારે એક વાર જરૂરથી સેક્સ કરો જેનાથી સારી ઊંઘ આવશે, એ એક સ્લીપ થેરાપી તરીકે પણ સ્વીકારાયું છે.
ઊંઘ અને સેક્સ બંને શારીરિક અને માનસિક રીતે જરૂરી છે. એકને અર્પણ એવગણવાથી તમને જ નુકશાન છે એવું સમજવું.