યોગ શું છે, યોગના ફાયદા, નિયમ, સાવધાની અને પ્રકાર
પ્રાચીન પઘ્ધતિ યોગનું માનવ જીવનમાનં વિશેષ મહત્વ છે. નિયમિત યોગ કરવાથી મન અને શરીર પ્રફુલ્લિત રહે છે, તથા તેમાંથી શરીરને ઉર્જા પ્રદાન થાય છે. આવું આજ સુધી આપણે સૌ સાંળભતા આવ્યા છીએ, પરંતુ તેની સાથે સાથે યોગ શું છે? તેના વિશેષ ફાયદા કયા કયા છે? યોગના નિયમ, સાવધાની તથા પ્રકાર વિશે પણ જાણવું અનિવાર્ય છે.
યોગ શું છે?
યોગ નો અર્થ થાય છે. જોડાવુ, યોગ શબ્દની ઉત્પતિ સંસ્કૃત શબ્દ ‘યુજ’થી થઇ છે, જેનો અર્થ થાય છે જોડવું અથવા મળવું.
યોગને પાણીનાના વ્યાકરણ મુજબ વાત કરવામાં આવે તો યોગ શબ્દના ત્રણ અર્થ થાય છે. મિલન યુજિયોગે, સમાધિ યુજ સમાધૌ અને સંયમ યુજ સંયમને હવે જોઇએ યોગના ફાયદા
યોગના ફાયદા
યોગથી અનેક વિધ લાભ પ્રાપ્ત થાય છે. જેનાથી વિવિધ રોગ-વિકાર માટે લાભદાયી છે.
અમ્લતા (એસીડીટી)
એસીડીટી એટલે કે અમ્લતા દૂર કરવા માટે પવન મુકતા કસન, સુપ્ત વજા્રસન. ઉષ્ટા સન, હલાસન, વજા્રસન, પ્રાણાયામ વગેરેનો અભ્યાસ કરવો જોઇએ.
ક્રોધ
વર્તમાન સમયમા તણાવ અને ભયના માહોલ વચ્ચે રહીને લોકોમાં ક્રોધનું વ્યાપક પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે પદમાસન, મકરાસન, શલભાસન, ઉષ્ટાસન પ્રાણાયામ લાભદાયી છે.
દમ અથવા અસ્થમા
અસ્થમાના દર્દીઓ માટે તાડાસન, ગોમુખાસન, સુપ્તરવજીસન, ઉષ્ટાસન, ઉતારાસન, ભુજંગાસન, મકરાસન વગેરે લાભદાયી છે.
પીઠ દર્દ
પીઠ દર્દથી પીડિતો માટે પવન મુકતાસન, ભુજંગાસન, તાડાસન, ત્રિકોણાસન, મર્કટાસનનો અભ્યાસ હિતાવહ છે.
શરદી-ઉઘરસ
શરદી, ઉઘરસથી પીડિતો માટે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, તાડાસન, સિંહાસન, પ્રાણાયામ હિતાવહ છે.
મધુ મેહ (ડાયાબીટીસ)
ડાયાબીટીસ ગ્રસિતો માટે પશ્ર્ચિમોતાનાસન અર્ઘ્ધમત્યેદ્રાસન, વક્રાસન, મંડૂકાસન, ભુજંગાસન, હલાસન, સર્વાગાસન, મયુરાસન, ગોમુખાસન, કપાલભાતિ યોગાભ્યાસ હિતાવહ છે.
સ્લિપ્ડસ ડિસ્ક (સ્લિપડીસ્ક)
મહિલાઓમાં વધુ પ્રમાણમાં આ સમસ્યા જોવા મળે છે તો આ સમસ્યા નિવારવા ભુજંગાસન, કોઇ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવાથી ફાયદો મળે છે.
થાઇરોઇડ
થાઇરોઇડની સમસ્યા નિવારવા ઉજજાયી પ્રાણાયામનો અભ્યાસ કરવો લાભદાયી છે.
વજન
વજન ઘટાડવા અથવા તેને નિયંત્રણમાં રાખવા ભષ્ત્રિકાનો અભ્યાસ કરવો જોઇએ
તણાવ
તણાવમુકત જીવન મેળવવા ભ્રામરીનો અભ્યાસ લાભદાયી નીવડે છે.
પેટની સમસ્યા નિવારવા નૌલિ અને કુંજલનો અભ્યાસ હિતાવહ છે.
યોગના નિયમ:-
યોગા કરતાં પહેલા અથવા તો પછી અમુક નિયમો પાળવા જરુરી છે. જેમાં પ્રથમ છે. યોગા ખાલી પેટે કરવા જોઇએ, યોગાભ્યાસ ખુલ્લામાં એટલે કે હવાદાર વાતાવરણમાં કરવો જોઇએ, તથા યોગા કરતી વખતે ઢીલા અને આરામદાયક કપડા પહેરવા જોઇએ, અને યોગાભ્યાસ વખતે કંઇ શારીરિક સમસ્યા હોય તો નિષ્ણાંતની સલાહ મુજબ કરવો જોઇએ, તથા યોગાભ્યાસ બાદ તુરંજ જ ભોજન ન લેવું જોઇએ.
યોગની સાવધાનીઓ:-
યોગાભ્યાસ કરવા સમયે અમુક સાવધાનીઓ રાખી જરુરી છે. જેમ કે બહુ જ ગંભીર એવો સાંધાનો ગઠીયા રોગ હોય, નસોમાં સોજો, હાડકા તથા સાંધામાં કંઇ ઝખ્મ હોય તેવા સમયે પાર્શ્ર્વતકોણાસન ન કરવો, ગોઠણના દર્દમાં પદમાસન ન કરવું, હરસથી પીડીત રોગીએ વજા્રસન ન કરવું વગેરે સાવધાનીઓ રાખવી હિતાવહ છે.
યોગના પ્રકાર:-
યોગના મુખ્ય છ પ્રકાર છે (૧) મંત્રયોગ (ર) હઠયોગ (૩) લય યોગ (૪) રાજયોગ (પ) જ્ઞાન યોગ અને (૬) કર્મ યોગ