Water Fasting બાદ કેવો આહાર લેવો જોઈએ?
ભારતીય સંસ્કૃતિમાં વારે તહેવારે ઉપવાસ રાખવાનું ધાર્મિક મહત્વ રહેલું છે. ઉપવાસ કરવા માટે માત્ર ધાર્મિક મહત્વ જ નથી એની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી મહત્વ પણ રહેલું છે. આપણી સંસ્કૃતિમાં સદીઓથી નિર્જળા ઉપવાસનું પણ ખુબ મહત્વ છે, ત્યારે આજના આધુનિક યુગમાં આ પ્રકારના ઉપવાસ ધાર્મિક રીતે તો થાય છે, એથી વિશેષ ડાએટના સ્વરૂપમાં વધુ ટ્રેન્ડી બન્યા છે. વર્તમાન સમયમાં વોટર ફાસ્ટીંગ ખુબ પ્રસિદ્ધ થયું છે.
વોટર ફાસ્ટીંગ શું છે ?
વ્રત અથવા ઉપવાસ અલગ અલગ પ્રકારના હોય છે,જેમાં ફળાહાર, એકટાણું, નિર્જળા જેવા વિવિધ ઉપવાસનો સમાવેશ થાય છે. બસ વોટર ફાસ્ટીંગ પણ એવી જ રીતે કરવામાં આવે છે. જેમાં એક દિવસથી ત્રણ દિવસ સુધી માત્ર પાણી પીવાનું રહે છે એ ઉપરાંત ખાંડ વગરની બ્લેક કોફીનો સમાવેશ કરી શકાય છે એ સિવાય કોઈ પણ જાતનો આહાર લેવામાં આવતો નથી. વોટર ફાસ્ટીંગ કરવાથી ક્રોનિક બીમારીનું જોખમ ઘટે છે, બોડી ફેટ ઘટે છે, તેમજ શરીરની ખરાબ કોશિકાઓ રીકવર થયી વિકાસ પામે છે.
કોને ન કરવું જોઈએ વોટર ફાસ્ટીંગ
જે વ્યક્તિ ને હાર્ટની બીમારી, કીડની, માઈગ્રેન, ટાઇપ-1, ટાઇપ-2, ડાયાબિટીઝ તેમજ ગર્ભવતી એ આ પ્રકારનો ઉપવાસ ન કરવો જોઈએ.
વોટર ફાસ્ટીંગ બાદ કેવો આહાર લેવો?
વોટર ફાસ્ટીંગની શરુઆતમાં પહેલો દિવસ હોય ત્યારે થોડા સમય માટે કરવો હિતાવહ રહે છે. ઉપવાસ પૂરો થયાની સાથે જ ભરપેટ જમવાનું ટાળવું જોઈએ. થોડા થોડા અંતરે અને થોડી થોડી માત્રામાં ખોરાક લેવો જોઈએ એ સાથે પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. જો ઉપવાસ પુરો કરીને તરત જ ભરપેટ ખોરાક લેવામાં આવે છે તો રીફીડીંગ સિન્ડ્રોમ થવાનો ભય રહે છે.
વોટર ફાસ્ટીંગથી થતા નુકશાન
વોટર ફાસ્ટીંગ દરમિયાન માત્ર પ્રવાહી જ લેવાનું આવે છે, ઠોસ આહાર ના લેવાના કરને શરીરમાં નબળાઈ અને ચક્કર આવાની શક્યતાઓ રહે છે. તે ઉપરાંત માત્ર પાણી પીવાનું હોય જો ઓછી માત્રમાં પાણી પીવાય છે તો ડીહાઈડ્રેશન થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.