થાઈરોઈડ ગ્લેન્ડ આપણા ગળાની નીચેના ભાગમાં હોય છે. જેનાથી ખાસ પ્રકારના હોર્મોન ટી-3, ટી-4 અને ટીએસએચનો સ્ત્રાવ હોય છે. તેની માત્રાના અસંતુલનનો આપણા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.આ સિવાય, મેટાબોલિઝ્મની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં પણ ટી-3 અને ટી-4 હોર્મોનનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. જેના માટે તેનો સ્ત્રાવ ઘટવાની કે વધવાની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. જેમાં દર્દીના મસલ્સમાં પેઈન, વાળ ખરવા, હાર્ટ, વજન વધવું કે ઘટવું વગેરે પર ખરાબ અસર પડે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જેને ખાવાથી થાઈરોઈડના બન્ને પ્રકારને કંટ્રોલ કરી શકાશે.
થાઈરોઈડ બે પ્રકારના હોય છે :
- હાઇપો થાઈરોઈડ
- હાઇપર થાઈરોઈડ
બિન્સમાં કાર્બ્સ અને મિનરલ હોય છે જે થાઈરોડ સામે રક્ષણ પુરુ પાડે છે.
ચેરીમાં કેલેરી ઓછી હોય છે જેથિ આ હાર્ટએટેકથી બચાવે છે અને થાયરોડમા પણ ફાયદો આપશે.
થાયરોડથી હાર્ટએટેક નો ખતરો વધી જાય છે ડાયેટમાં શિમલા મિર્ચનો ઉપયોગ ખુબજ ફાયદાકારક રહેશે.
દૂધમા ભરપુર માત્રામા કેલ્શિયમ હોય છે અને થાયરોડ સામે લડવા માટે કેલ્શિયમની જરૂર હોય છે આથી થાયરોડના દર્દિએ દૂધ પીવુ જોઈએ.