જામનગરમા મારામારીનો વધુ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં પટણીવાડ વિસ્તારમાં આવેલ સદામ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા યુવાનને સામું જોવા બાબતે માથાકૂટ થઇ હતી. આ દરમિયાન હોટલ સંચાલક સહિતના ચાર શખ્સોએ તલવાર ખેંચી લઈ હુમલો કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઈને પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે લાલપુરમાં રહેતો અકરમ અલ્લારખાભાઈ ખફી (ઉ.વ.25) જામમગર આવ્યો હતો. જે દરમિયાન સમયે પટણીવાડ ખાતેના સદામ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો, ત્યાં જમી રહેલા જુબેર વાઘેર નામના શખ્સ સાથે સામું જોવા બાબતે માથાકુટ થઇ હતી. આરોપીએ કહ્યું કે અમારી સામે શુ કામ જોવે છે. ત્યાર બાદ રેસ્ટોરન્ટના સંચાલક યુસુફભાઈ તથા તેના અન્ય બે સાગરીતો એ ફરિયાદી યુવાનને હોટલની બહાર કાઢી મૂક્યો હતો.
જ્યારે સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો તે જુબેર વગેરેએ તલવાર વડે હુમલો કરી દીધો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવવા અંગે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.