અત્યારે રથયાત્રાની તૈયારીઓ રંગેચંગે ચાલી રહી છે. જગન્નાથ મંદિરની આ રથયાત્રા ૧૪૧મી હોવાનું માને છે પણ સત્તાવાર ડોક્યુમેન્ટ્સ એટલે અંગ્રેજોની જીઓગ્રાફિકલ ડિક્શનરી ‘ગેઝેટીયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી’ પ્રમાણે ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું ૧૪૯મું વર્ષ છે.

પહેલાંના જમાનામાં છાપાં કે અન્ય માધ્યમો નહોતા અને ઈતિહાસ સાચવવાની તકેદારી આપણા પૂર્વજો લેતા નહોતા. બ્રિટીશરો એ આપણો ઈતિહાસ સાચવવાની જહેમત લીધી છે અને તેમણે બનાવેલા ગેઝેટિયરમાં જે-તે જગ્યાની નાની-નાની વિગતો પણ સચવાયેલી જોવા મળે છે. આજે પણ જૂની કોઈ માહિતીની વાત હોય કે જૂના કોઈ રેકોર્ડ જોઈતા હોય તો તેના માટે ગેઝેટિયરમાં લખેલા લખાણને જ સત્તાવાર માનવામાં આવે છે અને એ જ ગેઝેટિયરે રથયાત્રાની શરૃઆત ૧૮૬૯માં હોવાનું નોંધ્યું છે.

ગેઝેટિયર પ્રમાણે જો રથયાત્રાની શરૃઆત ૧૮૬૯મા થઈ હતી તો આવતા વર્ષે રથયાત્રાને ૧૫૦ વર્ષ પૂરા થશે. રસપ્રદ વાત એ છે કે મહાત્મા ગાંધીનો જન્મ પણ યોગાનુયોગ ૧૮૬૯માં થયો હતો અને અત્યારે ૨૦૧૯ના આખા વર્ષ દરમિયાન દેશભરમાં તેમની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. એ રીતે આવતા વર્ષે જો રથયાત્રાનું ૧૫૦મું વર્ષ હોય તો તેની ઉજવણી ભવ્ય રીતે થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.