સેન્ટીનલ ટાપુ પર ૬૦ હજાર વર્ષ જેટલી પ્રાચીન અવસ્થામાં ખૂબજ રેર આદિવાસી કબીલો વસવાટ કરે છે જેને સામાન્ય દુનિયાના લોકો સાથે લેવા-દેવા જ નથી
તાજેતરમાં જ આંદામાન-નિકોબાર ટાપુમાં અંતરીયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓએ અમેરિકન નાગરિક જોન એલન ચાઉની હત્યા કરી હતી. ત્યારે આ શિકારીઓ સેન્ટીનેલીસ જનજાતિના હોવાનું સામે આવ્યું છે. સેન્ટીનેલીસ શિકારી આદિવાસી સમુદાય છે જે આશરે ૧૫૦થી પણ ઓછી સંખ્યામાં હોવાનું માલુમ પડયું છે.
સેન્ટીનલ ટાપુ પર ૬૦ હજાર વર્ષ જેટલી પ્રાચીન અવસ્થામાં એક ગુપ્ત કબીલો રહે છે. આ લોકો ખુબજ આક્રમક અને રૂઢીવાદી જટીલ સંસ્કૃતિનો નમુનો છે. સેન્ટીનેલીસ લોકો પોતાના કબીલાના લોકો ઉપરાંત અન્ય કોઈ બહારની દુનિયાના લોકોની દખલઅંદાજી સહન કરતા નથી. આ લોકો બહારની સંસ્કૃતિ અથવા લોકોને સ્વીકારવા માંગતા નથી માટે જ તેમને આજના યુગ સાથે કોઈ લેવા-દેવા નથી.આ જનજાતિનું નામ જારવા હોવાની શકયતાઓ છે. મોટાભાગે આ પ્રકારની આદિવાસી જનજાતિના લોકો પોતાના જ ટાપુને તેની દુનિયા માને છે. સેન્ટીનેલીસ આફ્રિકાના આદિવાસી હોવાનું માલુમ પડયું છે. જેની ભાષા પણ અન્ય આદિવાસી સમુદાય અને કબીલા કરતા ખૂબજ જુદી હોવાના તારણો છે. જારવા લોકો વિશે ખુબજ ઓછી માહિતી હોવાનું એક કારણ એ પણ છે કે, આ લોકોને કોઈએ જોયા કે જાણ્યા નથી. પોટ બ્લેરથી ૫૦ કિ.મી.ની દુરી પર પશ્ચીમી આંદામાનમાં સેન્ટીનેલીસ ટાપુ આવેલુ છે.
આ સમુદાયના મોટાભાગના લોકો નાળીયેર અને માછલી ખાયને જીવન નિર્વાહ કરે છે. તેમની રૂઢી મુજબ કેટલાક સખ્ત નિયમોમાં એક છે કે, તેઓ કબીલા ઉપરાંતના લોકો સાથે સંપર્ક બનાવતા નથી. ૧૯૬૦થી જ આ ખૂબજ લુપ્ત રેર આદિવાસીની પ્રજાતી સુધી પહોંચવાના પ્રયત્નો કેટલાક નિષ્ણાંતો કરી ચૂકયા છે પરંતુ સેન્ટીનેલીસના લોકોને સમાજ ટેકનોલોજી અને આધુનિક માનવ જીવનથી કોઈ લેવા-દેવા જ નથી.
૨૦૧૬માં બે માછીમારોએ તેમના ટાપુ પર ઘુસ્વાનો પ્રયત્ન કરતા તીર કામઠાથી માછીમારોને આદિવાસીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જયારે ૧૪મી નવેમ્બરના રોજ અમેરિકી પ્રવાસીએ ટાપુ પર પહોંચવાનો પ્રયત્ન કરતા તેની પણ તીર કામઠાથી હત્યા કરવામાં આવી હતી.