માં દુર્ગાને આદિ શક્તિ, શક્તિ, ભવાની અને જગદંબા જેવા ઘણા નામોથી પૂજવામાં આવે છે. પોરણીક કથા અનુસાર માં દુર્ગનો જન્મ રક્ષશોના નાશ કરવા માટે થયો હતો.એ જ કારણ છે કે નવરાત્રીમાં માં દુર્ગની પુજા કરવામાં આવે છે. આ દિવસોમાં માતાની પુજા અને ભક્તિનું ફળ જલ્દી મળે છે. એનું કારણ એ માનવમાં આવે છે કે માં નવરાત્રીના નવ દિવસ પૃથ્વી પર આવીને પોતાના ભક્તોની વચ્ચે રહે છે. આથી માં દુર્ગને ખુશ કરવા માટે ભક્તો વિધિ-વિધાન પૂર્વક પુજા, આરતી અને સપ્તશતીના પાઠ કરે છે.
કથા અનુસાર મહિષાસુરનો જન્મ પુરુષ અને મહિષિના (ભેસ) ના સંયોગથી થયો હતો. તેથી તેનું નામ મહિષાસૂર કહેવામા આવતું હતું. તે પોતાની ઈચ્છા પ્રમાણે માણસ અને ભેસનું રૂપ ઘારણ કરી શકતો હતો. તેને અમર થવાની ઈચ્છાને પ્રાપ્ત કરવા બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા કરી હતી. બ્રહ્માજી તેના તપથી પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને ઇચ્છાનુસાર વરદાન માગવાનુ કહ્યું હતું ત્યારે મહિષાસૂરે પોતાને અમર કરવાનું વરદાન માગ્યું ત્યારે બ્રહ્માએ કહ્યું કે જન્મ થયેલા જીવનું મૃત્યુ નિશ્ચિત હોય છે ત્યારે મહિષાસૂરે ઘણા વિચાર પછી તેને બ્રહ્મા પાસે આ વરદાર માગ્યું કે તેનું મૃત્યુ દેવતા, અસુર કોઈ માનવના હાથે ન થાય તેનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થાય. બ્રહ્માએ મહિષાસૂરને આ વરદાન આપી દીધું. વરદાન પામીને મહિષાસૂરે ત્રણેય લોક પર આતંક મચાવાનુ શરૂ કરી દીધું. ત્યાર બાદ તેને દેવતાઓના ઇન્દ્રલોક પર આક્રમણ શરૂ કરી દીધું. જેનાથી દેવતાઓ પરેશાન થઈ ગયા ત્યાર બાદ બઘા દેવી દેવતાઓએ આવાહન કર્યું ત્યારે માં દુર્ગની ઉત્પતિ થઈ. કહેવામા આવે છે કે માં દુર્ગા અને મહિષાસૂરનું આ યુધ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતુ અને નવમા દિવસે માં દુર્ગાએ મહીસાસુરનો વધ કર્યો હતો.