સામુદ્રિક શાસ્ત્રો અનુસાર શરીરના ભાગોમાં તલ હોવાનું સુચન ભવિષ્યના ઘણા રહસ્યો ખોલે છે. શરીર પર તલની જગ્યા, તેનો રંગ અને આકાર ઘણા બધા રહસ્યો છુપાવીને બેઠા છે. આમા જ એક એવો તલ છે. જે જણાવે છે કે તમારો ભાગ્યોદય તો થશે પણ તે લગ્ન બાદ શક્ય છે. આગળ અમે એવા ઘણા તલ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

ઘણા તલ જન્મજાત હોય છે. પરંતુ કોઇ પણ ઉંમેર ઉભરી શકે છે. જો કે, બંને પ્રકારના તલનું મહત્વ સમાન જ હોય છે. આ ઉપરાંત તે બે પ્રકારના હોય છે એક જે ત્વચા પર કાળા નિશાન રૂપે હોય છે બીજા ઉમરેલા આકાર રૂપે બંનેનો એક ખાસ અર્થ થાય છે.

નાક પર તલ :

નાક પર તલ હોવો એ લગ્ન પછીના તમારા સુખી જીવન તરફનો સ્પષ્ટ સંકેત છે. મોટાભાગે મહિલાઓને જ આ જગ્યાએ તલ હોય છે.

પુરુષોમાં આ જગ્યાએ તલ હોવો એ વાતની નિશાની છે કે તેને એક ભાગ્યશાળી પત્ની મળશે જેના પ્રભાવથી તેની પ્રગતિ થશે.

જમાણા ગાલ પર કાળો તલ :

જમણા ગાલ પર કાળા તલનું હોવુ પણ એ વાતનો ઇશારો કરે છે કે લગ્ન બાદ તમારી કિસ્મત બદલવાની છે આવા લોકોને લગ્ન પહેલા ભારે મુસિબતોનો સામનો કરવો પડે છે. અથવા ગરીબીમાં જીવન જીવવું પડે છે.

પુરુષો માટે લગ્ન પછી તરત જ તેમને કોઇ મોટી નોકરી અથવા સફળતા મળે છે. જેનાથી તેમનું જીવન એકદમ બદલાઇ જાય છે.

આઇબ્રોની વચ્ચે તલ :

બહુ ઓછા લોકોને આઇ બ્રેની વચ્ચે તલ હોય છે. પરંતુ જે લોકોને પણ હોય છે. તેઓ લગ્ન પહેલા ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. લગ્ન બાદ અચાનક તેમનું નશીબ પલટાઇ જાય છે. અને તેમને મોટી સફળતા મળે છે.

પગના તળીયે તલ :

અહીં કોઇપણ પ્રકારનો કાળો અથવા આછો ભુરો તલ એ વાતની નિશાની છે. કે વ્યક્તિને લગ્ન બાદ મોટી સફળતા મળશે અને તે એક સુખી લગ્ન જીવન જીવશે. જો કે આ જગ્યાએ તલ હોવો એ પણ સ્પષ્ટ કરે છે કે તે વ્યક્તિ દેશ-વિદેશની યાત્રાઓ કરશે.

હથેળીના શુક્ર પર્વત પર તલ :

જીવનરેખાની અંદર ગોળાકાર ધેરો હોય છે તે શુક્ર પર્વત કહેવાય છે આ સ્થાન પ્રેમ અને વૈવાહિક સ્થિતિઓ દર્શાવે છે. આ સ્થાને તલ હોવો સફળ લગ્ન અને મોટી સફળતા તરફનો ઇશારો કરે છે. આ ઉપરાંત આવા લોકોનું ભાગ્ય બાદ જ બદલાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.