એપેડેમીક ડીસીઝ એકટની જોગવાઇનાં ઉલ્લંઘન માટે ૩ માસથી પાંચ વર્ષની સજા, અને ।રૂ.૫૦હજાર થી રૂ. ૨લાખ સુધીની દંડની જોગવાઇ: એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ સાથે ‘અબતક’ની ચાય પે ચર્ચા

હાલ આખો દેશ અને સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના નામના વાયરસ અને કોવિડ-૧૯ નામક બિમારી સાથે લડી રહ્યો છે ત્યારે આપણા સર્વ માટેએ સમજવુ વધુ જરૂરી બને છે કે આ પ્રકારની મહામારી સાથે લડવા અને આ પ્રકારની મહામારીની સ્થીતીને સંભાળવા માટે આપણા દેશમાં કોઇ પ્રકારનો કાયદો કે નિયમો છે કે નહિ. જો કોઇ કાયદો છે તો તે કયો દરેક પ્રજાજનએ જરૂરી બને છે.

જે રીતે આજે સમગ્ર દેશ કોરોના વાયરસ નામક વાયરસ અને તેનાથી કોવિડ-૧૯નામની બિમારી સાથે લડી રહ્યું છે. તે જ રીતે સને ૧૮૯૭માં મુંબઇ (તે સમયનું બોમ્બે)માં અને તેની આજુ બાજુના વિસ્તારોમાં બુબોનીકક પ્લેગ નામની મહામારી ફેલાણી હતી. જેને બોમ્બે પ્લેગ મહામારી તરીકે પણ ઓળખાય છે. તે સમયે આ પ્લેગના કારણે હજારો લોકોના મોત થયા હતા અને હજારો લોકો બોબ્બે છોડી-છોડીને જતા હતા. જેના કારણે બોમ્બેની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તે સમયે બોમ્બે એક ઝડપથી વિકસતુ નગર હતુ અને આ પ્રકારની નુકસાની માટે તે તૈયાર ન હતુ તે સમયે બ્રિટીશ સરકારે આ પરીસ્થિતી ઉપર કાબુ મેળવવો અત્યંત જ‚રી હતો.

તે સમયે પાર્લામેન્ટ નહી પરંતુ ઇમ્પીરીયલ લેજીસલેટીવ કાઉન્સીલ હતી અને આ ઇમ્પીરીયલ લેજીસલેટીવ કાઉન્સીલ હતી અને ઇમ્પીરીયલ લેજીસલેટીવ કાઉન્સીલએ આ મહામારી ઉપર કાબુ મેળવવા અને જો ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્થિતી સર્જાય તો તેનો સામનો કરવા એપીડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ ઇપીડિઝીલ ડિસીસ એકટ નામનો કાયદો પસાર કરી, અમલમાં મુકયો હતો. આ કાયદા થકી સરકારને ખાસ સતાઓ-પાવર્સ આપવામાં આવેલા જેનાથી મહામારીને સારી રીતે રોકી શકે અને તેને ફેલાતા અટકાવી શકે.

આ ઇપીડેમીક ડિસીસ એકટ  ૧૨૦ વર્ષ જૂનો છે અને તેને સને ૧૮૯૭ની મહામારી બાદ પણ ઘણી વખત અમલમાં મુકવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે સને ૨૦૦૯માં પુણેમાં સ્વાઇન ફલુ વખતે, ત્યાર બાદ સને ૨૦૧૫માં ડેન્ગયુ અને મેલેરીયાની બિમારીથી લડવા ચંદીગઢમાં અમલમાં મુકવામાં આવેલ. તેમજ સને ૨૦૧૮માં ગુજરાતમાં કોલેરાની બિમારી ઉપર કાબુ મેળવવા અમલમાં મુકાયો હતો.

આ કાયદાની જોગવાઇઓ જોઇએ તો કલમ-૨થી રાજય સરકારને એવુ લાગે કે જે તે રાજયમાં અથવા કોઇપણ ભાગમાં મહામારીથી સ્થીતી છે તો તે રાજય સરકારને સતા મળે છે જેનાથી કોઇ પણ વિશેષ પગલા લઇ શકે અને નિયમો અમલમાં મુકાવી શકે. જો કોઇ વ્યક્તિ આ કાયદા હેઠળ પસાર કરેલ કોઇ નિયમ અથવા હુકમનો અનાદર કરે તો તેવુ માનવામાં આવશે કે તેણે ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮નો ગુનો કરેલ છે અને તે પ્રમાણે સજા કરવામાં આવશે. કલમ-૧૮૮માં કોઇ  સરકારી નોકરને કોઇ હુકમ જાહેર કરવાનો કાયદા મુજબ અખત્યાર ઓય તે પ્રમાણે હુકમ જાહેર કરે અને કોઇ તે હુકમનો અનાદર કરે તો તેણે સજા પાત્ર ગુનો કરેલ છે તેવુ માની તેને છ માસ સુધીની સજા અને રૂ.૧૦૦૦ સુધીનો દંડ થઇ શકે.

આ કાયદાની કલમ-૪માં તેવુ ઠરાવેલ છે કે જો કોઇ વ્યક્તિ કોઇ એવુ કાર્ય કરે અથવા સા‚ હેતુ આ કાયદા હેઠળ કાર્ય કરતુ હોય તો તેમની સામે કોઇ દાવો કે અન્ય કાનુની કાર્યવાહી નહી થાય.

આ અત્યંત જુનો કાયદો છે અને આ કાયદામાં લાંબા સમયથી કોઇ સુધારો કરવામાં આવેલ નહી. એટલે ભારતમાં જયારે કોરોના વાયરસનું આગમન થયું, ત્યારે આ કાયદાને અમલમાં મુકાવામાં આવ્યો. પરંતુ નવા સમયની નવી સમસ્યાઓ હોય છે. અને તેના માટે આ કાયદાને અમલમાં મુકાવામાં આવ્યો. પરંતુ નવા સમયની નવી સમસ્યાઓ હોય છે. અને તેના માટે આ જુનો કાયદો સંપૂર્ણ અને અસરકારક સાબિત થતો ન હોય તેથી તા.૨૨-૪-૨૦૨૦ના રોજ ભારતના જેનાથી ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે. આ કાયદામાં સુધારા કરવાનો મુખ્ય હેતુ આરોગ્ય કર્મચારીઓ અને ફંટલાઇન કાર્યકરોનું રક્ષણ કરવા માટેનો છે.

આ વટહુકમ સ્પષ્ટ કરે છે કે.. હેલ્થકેર સર્વિક કર્મચારી સામે હિંસા કરી/ કરાવી શકાશે નહી અથવા રોયચાળા દરમ્યાન કોઇ પણ મિલ્કતને નુકશાન પહોચાડી શકાશે નહી.

આ જોગવાઇના ઉલ્લંઘન માટે ૩ મહિનાથી ૫ વર્ષ સુધીની સજા અને ‚રૂ.૫૦,૦૦૦/થી રૂ. ૨,૦૦,૦૦૦ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ગુનો પિડિત દ્વારા કોર્ટની મંજુરીને આધિન સમાધાન પાત્ર છે. જો હેલ્થ કેર સર્વિસ કર્મચારીઓ વિ‚ધ્ધ હિંસાના કૃત્યથી ભારે નુકશાન થયુ હોય તો, ગુનો કરનાર વ્યક્તિને છ માસથી માંડી ૭ વર્ષ સુધીની કેદની સજા અને રૂ.૧,૦૦,૦૦૦થી માંડી રૂ.પ,૦૦,૦૦૦નો દંડ થઇ શકે છે. આ ગુનો કોગ્નીઝેબલ (પોલીસ અધિકાર હેઠળનો) અને બિનજામીન લાયક ગુનો છે. વટહુકમ હેઠળ ગુનામાં દોષિત વ્યકિતઓ કે જેણે અન્યને ઇજા પહોચાડી હોય, તેને કોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ વળતર ચુકવવાનું રહેશે. અને  થયેલ નુકશાન અથવા સંપતિના નુકશાન માટે ભોગ બનનારને તેની ક્ષતીગ્રસ્ત અથવા નાશ પામેલ મિલ્કતની વ્યાજબી બજાર કિંમતથી ડબલ રકમ અથવા થયેલ નુકશાનની યોગ્ય રકમ કોર્ટ દ્વારા નિર્ધારીત થશે અને આવી રકમ ચુકવવામાં દોષિત વ્યક્તિ નિષ્ફળ જાય તો રેવન્યુ રીકવરી એકટ-૧૮૯૦ હેઠળ જમીન મહેસુલની બાકી રકમ તરીકે વસુલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.