બકરી ઈદનું બીજું નામ ઈદ-ઉલ-અધ પણ છે. આ તેહવાર બલિદાનનો અનોખું પ્રતિક છે. સાથે એવું પણ કહી શકાય આ દિવસે હજની પવિત્ર યાત્રાની પૂર્ણાવતીનો દિવસે છે. હજ દરમિયાન યાત્રાળુઓ નમાઝ ની ક્રિયાઓ કરે છે. અને વિશ્વમાં તેમની આસ્થા અને હેતુની ભાવનાને નવીકરણ આપે છે. તેઓ ઇબ્રાહિમ દ્વારા બાંધવામાં આવેલા કબાહની આગળ ઉભા રહે છે.અને સાથે અલ્લાહની પ્રશંસા કરે છે. ઈસ્લામી માન્યતા મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા જ્યારે ઈશ્વરે તેને ઈશ્વર અને પોતાના દીકરા બંને માથી એકની પસંદગી કરવા કહયું ત્યારે ઇબ્રાહિમએ ઈશ્વરની પસંદગી કરી પોતાના પુત્રની કુરબાની આપવાનો નિર્ણય લીધો.કારણકે તેમનો અલ્લાહ માટેનો પ્રેમ અખૂટ અને અનંત હતો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલનું બલિદાન આપતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો અને જોયું તો પુત્રને બદલે બકરીનું બલિદાન લેવાંણુ હતું.
આ પાવન દિવસે મુસ્લિમ સમાજના લોકો ઈદની પ્રાથના કરે છે ઈદ-ઉલ-અધ સર્વને સુભેછાઓ પાઠવે છે. દાન ધર્માદો કરે અને ઈદ પેહલા નમાજ પઢે છે. મનુષયના જીવનમાં આ તેહવાર જીવનની તમામ પરીક્ષાઓ પર વિશ્વાસ રાખી આગળ વધવું તેવું શીખવે છે. ઈશ્વર પ્રત્યનો પ્રેમ સર્વે પ્રેમ કરતાં હમેશા ઊંચ હોવો જોઇયે. શેતાન જીવનમાં અનાદર કરતાં શીખવે પણ માનવીએ સચાઇના માર્ગ પર ચાલી જીવનમાં આગળ વધતું રહવું જોઈએ.