કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને શનીવારે તા .૯.૧૧.૨૩ બપોરે ૧.૫૮ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે આથી શનિવારે બપોરથી કાળી ચૌદશ છે.
કાળી ચૌદશને રૂપચતુદશી નરક ચતુદશી, વૈકુંઠચતુદશી અને કાળ ચતુદશી પણ કહેવામાં આવે છે કાળી ચૌદસના દિવસે સવારે નિત્ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે. આનાથી આરોગ્ય સારું રહે છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે . આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે.
કાળી ચૌદસ તીથી ની શરૂઆત શનિવારે બપોરના ૧.૫૮ થી થશે જે રવિવારે બપોર ના ૧.૪૪ સુધી ચાલશે.
કાળી ચૌદસના નિવેદનું મહત્વ
કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેધ ધરાવાનું પણ મહત્વ છે જે લોકોને સાંજના નૈવેદ્ય થતા હોય તેઓએ શનીવારે સાંજ ના નૈવેધ કરવા અને જે લોકોને બપોરના નૈવેદ્ય થતા હોય તેઓ એ રવીવારના બપોરના નૈવેદ્ય કરવા
કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે . કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના ૧૧ અથવા ૨૧ પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવનમાં રાહત મળશે અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાશના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે.
કાળી ચૌદસના દિવસે સાંજના સમયે ઘરમાં મંદિર પાસે યમદેવના ૧૪ તેલના દીવા કરવા પ્રાર્થના કરવી અમારા પરિવારજનોને અને મને યમ યાતના ના મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે ‘, મકર, કુંભ. મીન રાશીના લોકોને સાડા સાતી ચાલી રહી છે . તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળશે .
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)