વર્ષો પહેલાં ભારત સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો.ભારતના રાજાઓ પાસે અખૂટ ધન સંપત્તિ હતી પરંતુ અંગ્રેજો પોતાની સાથે ઘણી સંપતિ લઈ ગયા.આજના સમયમાં પણ ભારતમાં એક એવી નદી આવેલી છે જેમાં સદીઓથી સોનું મળી આવે છે.સોનાના અંશને પોતાના વહેણ સાથે લઇ જનારી આ નદીનું નામ સ્વર્ણરેખા છે.
ઝારખંડમાં આવેલી સ્વર્ણરેખા નદીમાં વર્ષોથી સોનાનાં ટુકડા મળી આવે છે. આ નદી ફક્ત ઝારખંડના જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ , ઓડિશા વગેરે રાજ્યોના અલગ અલગ વિસ્તારોમાં સેંકડો લોકોને આજીવિકા પુરી પાડે છે. નદીની આસપાસ રહેતા લોકો તેમના પરિવાર સાથે સોનાના ટુકડા શોધતા હોય છે.
ક્યાં સ્થળેથી નીકળે છે સ્વર્ણરેખા નદી ?
ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૧૬ કિલોમીટર દૂર નગડી ગામના રાણીચૂઆ પરિસર સ્થિત ખેતરના નાના ખાડામાંથી પાણીનો એક સતત પ્રવાહ વહે છે .આ વહેણની પ્રવાહ આગળ જઈને ઝારખંડમાં સ્વર્ણરેખા નદીનું સ્વરૂપ લે છે. નિરંતર કાળથી વહેતી સ્વર્ણરેખા નદીનું અસ્તિત્વ બીજી બધી નદીઓની જેમ સમાપ્ત થતું નથી પરંતુ આગળ જઈને તે બંગાળની ખાડીમાં ભળી જાય છે.
ઘઉંના દાણા જેવા હોય છે સોનાનાં કણ :
નદીની રેતીમાંથી સોનાનાં કણ શોધતા પરિવારો સાથેની વાતચીતથી એવી માહિતી મળે છે કે નદીમાંથી નીકળતા સોનાનાં કણ ઘઉંના દાણા જેવા હોય છે .તેના દ્વારા હજારો લોકો પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.
દિવસમાં ફકત એક કે બે જ ટુકડા મળે છે :
ગામ લોકોના કહેવા મુજબ એક વ્યક્તિ દિવસમાં માત્ર એક કે બે સોનાના કણ શોધી શકે છે. આ કણની કિંમત બજારમાં 200 થી 400 રૂપિયા છે. તેથી એક મહિનામાં તેઓ ૫ થી ૭ હજાર રૂપિયા મેળવે છે. આ સોનાના કણ કેવી રીતે મળી આવે છે તે આજસુધી કોઈ પણ વ્યક્તિ જાણી શક્યું નથી .સરકારે પણ શોધખોળ કરી હતી પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી.
ગામના વડીલો એમ કહે છે કે નદીની આસપાસ કદાચ સોનાની ખાણ હશે .તે બધા જ ખડકોમાંથી આ નદી પસાર થાય છે તેથી ઘર્ષણના કારણે તેમાં સોનાના કણ ઓગળી જતાં હશે અને સ્થાનિક લોકોને આ કણ મળી આવે છે.
૪૭૪ કિમીના અંતરે વહેતી આ નદી કોઈ બીજી નદીઓને મળતી નથી પરંતુ નાની મોટી કેટલીક નદીઓ સ્વર્ણરેખા નદીને મળે છે અને છેવટે આ નદી બંગાળની ખાડીમાં જઇન ભળે છે.