આંધ્રપ્રદેશમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારીનું રહસ્ય શું છે?
આ કોરોનાની મહામારી વચ્ચે આંધ્રપ્રદેશના એલુરુંમાં એક રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે. વૈજ્ઞાનિકો આ બીમારી પાછળનું કારણ શોધી રહ્યા છે .આ બિમારીથી લોકોને સંકટમાં મૂકી દીધા છે. પ્રારંભિક ડેટા પોઈન્ટ્સ અનુસાર શાકભાજી ,માછલી,દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોમાં ઝેરી બેક્ટેરિયા જોવા મળ્યા છે.
લેબોરટરીમાં વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર હવા અને પાણીમાં આ રોગના બેક્ટેરિયા જોવા મળ્યા નથી પરંતુ બોટલના પાણીમાં આ બેક્ટેરિયા જોવા મળ્યા છે .તેના પરથી કહી શકાય કે ગામડામાં જે લોકો આ પાણીની બોટલના ઉપયોગ કર્યો છે તેઓ પણ સંક્રમિત થયા છે.
અધિકારીઓના ડેટા અનુસાર તેમના બ્લડ સેમ્પ્લમાં નિકલ અને સિસુ જેવા ભારી તત્વો મળી આવ્યા છે. રાષ્ટ્રીય પોષણ સંસ્થાનના વૈજ્ઞાનિકોના રિપોર્ટ દ્વારા કેહવામાં આવ્યું છે કે ચોખામાં પારો અને શાકભાજીમાં જંતુનાશક દવાઓનો પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું છે.
સંશોધનકારો દ્વારા એવું કહેવામાં આવ્યુ છે કે કૃષ્ણ અને ગોદાવરી નદીઓની માછલીઓમાં ભારે તત્વો અને જંતુનાશકોની મળી આવ્યા છે. સરકારએ નિવેદનમાં જણાવ્યા અનુસાર દર્દીઓને પ્રવેશ આપ્યા બાદ લોહીમાં લીડનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. અત્યાર સુધી ૬૦૦ લોકો આ રોગથી સંક્રમિત થયા છે .દરરોજ આ રોગથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, 26 શહેરોમાંથી લીધેલા પાણીના નમૂનાઓમાંના 33 ટકા નમૂનાઓમાં ઊંચી માત્રામાં લીડ હોવાનું જણાયું છે. શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોટેડ પિવિસી પાઇપ ઉપયોગ થાય છે જેમાં લીડ પોઇઝનિંગ હોય છે.આ લીડ પોઇઝન શરીરમાં પ્રવેશે છે અને ન્યુરોલોજીકલ સમસ્યા ઉત્પન્ન કરે છે.ઇલુરુના દર્દીઓનાં શરીરમાં પણ આ પોઇઝન જોવા મળ્યું છે.