બીકીની શબ્દ સાંભળતા જ એક સેક્સી હોટ….યુવતીની કલ્પના થાય છે. અને બીકીની સૌથી વધુ ઉપયોગ ફેશનજગતમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં થઇ રહ્યો છે. કોઇ પણ હિરોઇન કે મોડેલને લાઇમલાઇટમાં ચમકવું હોય તો સૌ પ્રથમ બીકીનીનો જ ઉપયોગ કરે છે. ત્યારે એક સમય એવો હતો કે બીકીનીની જ જાહેરાત કરવામાં કોઇ યુવતીની ઇચ્છા ન હતી. તો બીકીની અંગેની કેટલીક આવી રોચક વાતો આજે આપણે કરીશું.
સૌ પ્રથમ જાણીએ કે બીકીનીની શોધ કોણે કરી છે….? તમને જાણીને આશ્ર્ચર્ય થાશે કે બીકીની કોઇ ડ્રેસ ડિઝાઇનએ ડિઝાઇન નથી કરી પરંતુ એક મીકેનીકલ એન્જીનીયર દ્વારા બનાવવામાં આવી છે. આ મીકેનીકલ એન્જીનીયર એટલે ફ્રાંસના લુઇસ લેઅર્દ જેણે કઇ પરિસ્થિતિમાં બીકીનીને તૈયાર કરી….? જ્યારે બીજુ વિશ્ર્વ યુધ્ધ ચાલી રહ્યું હતુ. તેવા સમયે યુરોપમાં કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અને યુધ્ધ દરમિયાન કપડાની પણ કટોકટી સર્જાણી હતી તેવા સંજોગોમાં અમેરિકાથી આવેલા નિર્દેશ અનુસાર સ્ત્રીઓનાં સ્વિમચ્યુટમાં પણ કપાત મુકવા માટે કહેવાયુ હતું.તો આ એન્જીનીયર સાહેબના દિમાગ ચાલી ગયો અને તેણે ઓછા કપડાનો ઉપયોગ કરી આટલી ફેશનેબલ બીકીની દુનિયાને ભેટ આપી હતી.
બીકીની નામ કેમ પડ્યુ ખબર છે. એમાં એવું હતું. કે જે જગ્યા પર બીકીની સૌથી પહેલાં બનાવવામાં આવી તે જગ્યાનું નામ બીકીની અટોલ હતુ. જે તે સમયે અમેરીકાની પરમાણુ પરિક્ષણ સાઇટ રહેતી હતી.
જ્યારે બીકીનીને લોકો સમક્ષ લાવવાની વાત હતી ત્યારે કોઇ પણ મોડેલ આની જાહેરાત કરવા તૈયાર નહોતી. જેનુ કારણ માત્રએ જ કે એ બહુજ અજીબ વસ્તુ હતી ત્યારે બીકીનીની એડ બનાવવામાં સૌથી પહેલી મોડેલની વાત કરીએ તો ૧૯ વર્ષની ડાંસર મિશેલાઇન બીકીનીની પ્રથમ જાહેરાત કરવા તૈયાર થઇ હતી. જેના ફળ સ્વરુપેએ ડાન્સરનાં ૫૦ હજાર ફેન્સએ તેને પત્રો લખ્યા હતા. અને તે સમયે ફ્રાંસમાં બીકીની ખૂબ ફેમસ થઇ હતી. તેમજ ફેશન જગતમાં બીકીનીએ ધૂમ મચાવી હતી. અને આમ બીકીની ૭૦ વર્ષોથી ફેશન જગતમાં રાજ કરી રહી છે.