દેવી-દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવા મંત્રોનું પઠન કરવામાં આવે છે. આ મંત્રોના જાપ માટે પણ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. ભલે મંત્રો અલગ હોય અને દેવતાઓ અલગ હોય, પરંતુ માળામાં મણકાની સંખ્યા માત્ર 108 છે. જો કે, વિવિધ દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિવિધ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે લોકોમાં કુતુહલ એ વાતનું જ છે કે શા માટે માળામાં 108 મણકા જ હોય છે એ પાછળનું ગુડ રહસ્ય શું છે. ?

રૂદ્રાક્ષની માળા અને મંત્રોનો જાપ આ બન્નેમાં એક વસ્તુ સામાન્ય છે. એ છે 108નો અંક. 108 એક એવો અંક છે. જે હિંદુ ધર્મમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. ઈશ્વરનું નામ ત્યારે જ સંપૂર્ણ ગણાય છે જ્યારે તે 108 વાર બોલવામાં આવે. આ અંકને શિવનો અંક માનવામાં આવે છે. કારણકે મુખ્ય શિવાંગોની સંખ્યા 108 છે. જેથી લિંગાયત સંપ્રદાયકમાં રૂદ્રાક્ષની માળામાં કુલ 108 મણકા હોય છે. જેનો જાપ કરવામાં આવે છે. ગૌડ વૈષ્ણવ ધર્મ હેઠળ વૃંદાવનમાં પણ 108 ગોપીઓ હતી. જો 108 મણકા ગોપીઓના નામનો જાપ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ, ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે. વૈષ્ણવ ધર્મ હેઠળ વિષ્ણુના 108 દિવ્ય ક્ષેત્ર જણાવવામાં આવ્યાં છે. જેને 108 દિવ્યદેશમ કહે છે. બોધિસત્વ મહામતી, બુદ્ધને 108 સવાલ પૂછે છે. આમાં જ બુદ્ધે 108 નિષેધને જણાવ્યું છે. આટલું જ નહિ તમને ઘણાં બૌદ્ધ ધર્મના મંદિરોમાં 108 સીડીઓ પણ જોવા મળશે.

બૌદ્ધ ધર્મ અનુસાર વ્યક્તિના મનમાં કુલ 108 પ્રકારની ભાવનાઓ હોય છે. આ સંખ્યા સૂંઘવા, કહેવા, સાંભળવા, જમવા, પ્રેમ, નફરત, દર્દ, ખુશી વગેરેને ભેગા કરીને બનાવવામાં આવી છે. જ્યોતિષ અનુસાર કુલ 12 રાશિઓ હોય છે. જેમાં 9 ગ્રહ વિચરણ કરે છે. જો તમે આ બન્ને સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તમને 108નો અંક મળશે. જે મહત્વ જણાવે છે.

108 માળા પાછળની માન્યતાઓ

માળાનાં 108 માળા વિશે ઘણી માન્યતાઓ છે. એક માન્યતા અનુસાર, નક્ષત્રોની સંખ્યા 27 છે અને દરેક નક્ષત્રમાં 4 ચરણ છે. તેથી 27 ને 4 વડે ગુણાકાર કરવાથી 108 મળે છે. તેથી જ માળામાં 108 માળા રાખવામાં આવે છે. એ જ રીતે, બ્રહ્માંડ 12 ભાગોમાં વહેંચાયેલું છે, તેથી જ્યોતિષમાં રાશિચક્રની સંખ્યા પણ 12 છે. તેમજ તેમનો અધિપતિ ગ્રહ 9 છે. 12 અને 9 નો ગુણાકાર કર્યા પછી પણ 108 મળે છે. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 10,800 વખત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. જો કે, દરેક વ્યક્તિ માટે આ કરવું શક્ય નથી. તેથી, 10,800 માંથી પાછળના બે શૂન્યને દૂર કરીને આ સંખ્યા ઘટાડીને 108 કરવામાં આવી છે. એવું કહેવાય છે કે 108 વખત પૂરા હૃદયથી જાપ કરવાથી પણ 10,800 જાપનું પુણ્ય મળે છે.

108 વાર જપ કરવાથી ઊર્જા સમતોલ રહે છે

યોગિક પરંપરામાં, માનવ શરીરને બ્રહ્માંડનો ખૂબ જ નાનો ભાગ માનવામાં આવે છે.  અને આ શરીરને જાળવવા માટે, ઘણાં વિવિધ ઊર્જા કેન્દ્રો અથવા ‘ચક્ર’ છે.  એવું માનવામાં આવે છે કે ત્યાં 108 ઊર્જા રેખાઓ છે જે એકસાથે હૃદય ચક્ર બનાવે છે, જે મનુષ્યો માટે તમામ જીવનનું કેન્દ્ર છે.  અને તેથી, 108 વખત મંત્રનો જાપ કરવાથી આ ઉર્જા ચેનલો સક્રિય થાય છે, ચક્રોને શુદ્ધ કરે છે અને સમગ્ર શરીરમાં ‘પ્રાણ’ ના મુક્ત પ્રવાહમાં મદદ કરે છે.  તે મન, શરીર અને આત્માને શાંત કરે છે અને આંતરિક શાંતિ જાળવવામાં મદદ કરે છે.

ધ્યાન અને એકાગ્રતાની ભાવનામાં થાય છે વૃદ્ધિ

જો આપણે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય અથવા કંઈક યાદ રાખવું હોય, તો તેને શક્ય તેટલી વાર પુનરાવર્તન કરો.  આમ પુનરાવર્તન એ એકાગ્રતા અને ધ્યાન માટે એક શક્તિશાળી સાધન છે.  108 વાર મંત્રનો જાપ કરવા માટે ધ્યાન અને મનની એકાગ્રતાની જરૂર પડે છે, જે અશાંત મનને શાંત કરવામાં અને વ્યક્તિમાં આંતરિક શાંતિ જાળવવામાં મદદ કરે છે.  જેમ જેમ કોઈ ભક્ત મંત્રનું રટણ કરે છે તેમ તેમ તેના મનમાં હાજર વિક્ષેપો ધીરે ધીરે દૂર થાય છે અને શાંતિની અનુભૂતિ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.