૧૩ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓની તાણમાં વધારો: પ્રારંભીક તબકકામાં જ તેને ઓળખી ખાસ પ્રોત્સાહક પગલાની આવશ્યકતા

દેશભરમાં બાળકોમાં માનસીક તનાવના પ્રશ્ર્નો વધી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને તેમાં પણ ૧૩ થી ૧૭ વર્ષની વયના ૭.૩ ટકા તરૂણો તનાવનો ભોગ બની રહ્યા છે. જેમાં છોકરીઓ અને છોકરાઓની ટકાવારી સમાન છે. દેશમાં માનસીક સ્વાસ્થ્ય માટેની નીતિમાં માત્ર આંકડાઓમાં ઘટાડો કરવાની જ નહી પરંતુ અસરકારકતા માટે શાળાઓમાં જ તેના લક્ષણો ઓળખી ખાસ પ્રોત્સાહક પગલા ભરવાની જ‚ર છે.

આ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ જ સાચુ પગલુ છે. તેમજ વધારાના પગલાઓ જાગૃતિ માટે ભરીને શાળાઓમાં તેને પ્રાથમિક સ્તરે જ ઓળખી બાળકને તેમાંથી બહાર કાઢવામાં આવે તે આવશ્યક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ૨૦૧૫માં બહાર પાડવામાં આવેલ આંકડાઓ મુજબ દેશભરમાં ૮૯૫૨ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આત્મહત્યા માટે પ્રેરતુ સામાન્ય કારણ પરીક્ષામાં નિષ્ફળ થવાનો ડર અને તનાવ જણાય છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં માનસીક તાણની સંખ્યા સમગ્ર દેશમાં વધી હોવાનું જાણમાં આવ્યું છે.

ડબલ્યુએચઓ દ્વારા હાથ ધરવામાં આવેલ નેશનલ હેલ્થ સર્વે ૨૦૧૫ મુજબ ૨૦માંથી ૧ વ્યકિત માનસીક તાણ અનુભવતી હોવાનું સામે આવ્યું હતુ તેમાંય ૧૩ થી ૧૭ વર્ષનાં વિદ્યાર્થીઓમાંથી ૭.૩ ટકા માનસીક સમતુલા જોખમાતી આ પગલુ ભરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ જ ઉંમરનાં ૯-૮ મિલિયન ભારતીયો તીવ્રતાણ અનુભવતા હોવાનું સામે આવ્યું છે. આ ટકાવારી અર્બન વિસ્તારોમાં ૧૩.૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬.૯ટકા હોવાનું રીપોર્ટ જણાવે છે.

માનસીક તાણના સામાન્ય લક્ષણો ધરાવતા વિવિધ બિમારીઓમાં ડીપ્રેસીવ ડિસઓર્ડર ૨.૬ ટકા, એગોરાફોબિયા ૨.૩ ટકા, ઈન્ટલેકચુલ ડીસેબીલીટી ૧.૭ ટકા, ઓટીસમ ૧.૬ ટકા અને ફોબીક એન્કમીઈટી ડીસોર્ડર ૧.૩ ટકા તથા સાઈકોટીક ડીસઓર્ડર ૧.૩ટકા જેટલી ટકાવારી સામે આવી છે.

આ માત્ર આંકડા નથીપરંતુ આપણી શિક્ષણ પધ્ધતિ સામે ખતરાની ઘંટી છે. ૧૩ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓમાં મહદઅંશે માનસીક તાણ શિક્ષણ મેળવતી વખતે જ ભોગ બને છે. જે દર્શાવે છે. કે શાળાઓ દ્વારા બોર્ડની પરીક્ષાના કારણે ઉભા થતા તનાવ નિવારવા માટે જે પગલા ભરવામાં આવે છે. તે અપૂરતા છે. શાળાઓ અને બોર્ડ દ્વારા ખાસ કાઉન્સેલર રોકી અને શિક્ષણ પધ્ધતિના કારણે ઉભો થતો તનાવ દૂર કરવામાં હજુ પણ વધારે પગલાની આવશ્યકતા છે. બાળકોને માનસીક સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે તેમના જ્ઞાન અને આવડત બંનેનો ઉપયોગ થશય તેવી પધ્ધતિથી શિક્ષણ આપવાની આવશ્યકતા છે.

આ માટે દેશમાં કાર્ય થઈ રહ્યું છે? માનસીક સ્વાસ્થ્ય જોખમાતા હોવાના વધી રહેલા આંકડાઓ ખાસ કરીને ત‚ણ વિદ્યાર્થીઓમાં વધી રહ્યા છે. ત્યારે તેમના માનસીક સ્વાસ્થ્ય માટે શાળાઓ જાગૃતિ કેળવે અને તેના પ્રાથમિક લક્ષણો શિશુવયમાં જ ઓળખી તેના કારણે વિશે ખૂલ્લી ચર્ચા કરવીએ શાળા માટે અધ‚ છે. પરંતુ આવા વિદ્યાર્થીઓની ખાસ સંભાળ રાખી તેમને તેમાંથી બહાર લાવવા માટે હકારાત્મક ચર્ચા માટે ખાસ પગલા ભરવામાં આવશે તો ચોકકસ આ આંકડાઓમાં ઘટાડો કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.