ગરમીની સિઝનમાં ઠંડક વધારવાનો તેમજ ન્હાવાનું પ્રમાણ વધી જતું હોય અને માટે તેજ ધૂપમાં ત્વચાની સ્વાસ્થ્યની સંભાળ લેવી ખૂબ જ જરુરી છે. જ્યારે તમે પર્સનલ હાઇજીનને કારણે ન્હાતા હોય તો સારી બાબત છે. પણ રાત્રે સુતા પહેલા શાવર લેવું વધુ ફાયદાકારક છે કે સવારે તેના વિશે આજે હું તમને વાત કરીશ. જો તમે રાત્રે ન્હાવાથી ટેવાયેલા હોય તો એ સારી આદત છે. ખાસ કરીને ઉનાળામાં કારણકે આખો દિવસ પસાર કર્યા બાદ શરીરમાં ગંદકી, અને પરસેવો થઇ જતો હોય છે.
તેથી એલર્જી પણ થઇ શકે છે. જો તમે સવારે સ્નાન કરતા હોય તો એ પણ એક સારી આદત છે કારણ કે જ્યારે તમે દિવસયની શરુઆત કરો છો. શાવર લેવાથી અલર્ટનેસ પણ વધે છે. પરંતુ સવારે સ્નાન લેવા કરતા રાત્રે સ્નાન કરવું વધુ હિતાવહ છે કારણ કે તેનાથી તમને સરસ ઉંઘ આવે છે, જે તમને આવનારા દિવસ માટે તૈયાર કરે છે. સ્કીન પ્રોબ્લેમથી છૂટકારો અપાવે છે. રાત્રે સુતા પહેલા સ્વચ્છ થવું ખૂબ જ જરુરી છે.