ગર્ભપાત એક ગંભીર સમસ્યા છે. જેનાથી કેટલાય દેશ પીડાઇ રહ્યા છે. ઘણા દેશોમાં ગર્ભપાતને ગેરકાનૂની ઠરાવવામાં આવ્યો છે. જ્યારે કેટલાંક દેશમાં ગર્ભપાત નિયમો અનુસાર કરવાની છુટ આપવામાં આવી છે. ત્યારે ભારતમાં છેલ્લા ૪૬ વર્ષથી ગર્ભપાત કરવોએ યોગ્ય મનાય છે તેવી પરિસ્થિતિમાં કરવામાં આવતા ગર્ભપાતમાંથી ૬૦ % એવા છે. જે અસલામતીભર્યા સાબિત થાય છે. ભારતમાં અસુરક્ષિત ગર્ભપાતનો આંકડો લગભગ એટલો જ છે. જેટલો એ દેશોમાં છે. જ્યાં ગર્ભપાત કરાવવો અયોગ્ય માનવામાં આવે છે.

જેની પાછળ સૌથી મોટા કારણો હોસ્પિટલોની ખોટ અવેરનેસ અને ગર્ભપાતને કલંક માનવામાં આવે છે. તે છે ત્યારે ગર્ભપાતનાં આ આંકડા આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ સૈંસેટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ અભ્યાસ WHOની સાથે મળીને ગુટ મેકર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ ૬૨ દેશોમાં જ્યાં ગર્ભપાત પર પ્રતિબંઘ્ લગાવવામાં આવ્યો છે. ત્યાં ૭૫% ગર્ભપાત અસુરક્ષિત સાબિત થયા છે. તદ્ ઉપરાંત ૫૭ દેશોમાં જ્યાં કાનૂની રીતે ગર્ભપાત યોગ્ય છે. ત્યાં ૧૩ % ગર્ભપાત અસુરક્ષિત છે. જ્યારે ભારતમાં આ પરિસ્થિતિ કંઇક વિપરિત દર્શાઇ રહી છે. ભારતમાં ગર્ભપાત કાનૂની છે. પરંતુ અસુરક્ષિત ગર્ભપાતના પરિસ્થિતિ વધુ જોવા મળી છે. જાણકારોનું માનવું છે કે હેલ્થકેર સેન્ટર કર્મચારીઓ, દાપણો અને આયુષ ડોક્ટરોની મદદથી અસુરક્ષિત ગર્ભપાતની સ્થિતિને સુધારી શકાય છે જેના માટે સરકારે વહેલામાં વહેલી તકે કોઇ ચોક્કસ પગલાં લેવા જોઇએ. આઇપીએએસ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના એકઝીક્યુટીવ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ જો સરકાર અસુરક્ષિત ગર્ભપાતને રોકવા માટે મોઇ પગલાં નહી લે તો ગ્રામિણ ક્ષેત્રોમાં મહિલાઓ માટે સુરક્ષિત ગર્ભપાતની વાતો ક્યારેય સાચી નહીં ઠરે…..!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.