કોરોના મહામારીથી લડવા માટે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતના સતર્કના નિયમો પાલન કરવાં વારંવાર તંત્ર દ્વારા કહેવામાં આવે છે. કોરોનાની રસી નજીકના ભવિષ્યમાં કોરોના રસી લોકોને મળવા લાગશે તેવું ધરપત પણ આપવામાં આવી છે. જોકે, રસી અપાયા બાદ પણ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે તો લોકોમાં પ્રશ્ન ઉભો થાય જ. આવું જ તાજેતરમાં બન્યું છે.
હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. મંત્રી નવેમ્બરમાં કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં સામેલ થનારા પહેલા વોલન્ટિયર હતા. તેમણે વેકસીન લીધી હોવા છતાં કોરોનાનું સંક્રમણ લાગ્યુ હોવાનું બહાર આવ્યું છે. જેના પરિણામે રસીની વિશ્વાસનિયતા ઉપર પ્રશ્નો ઉભા થયા છે.
મંત્રીએ સોશિયલ મીડિયા ઉપર એવું કહ્યું હતું કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવી લે. વિજ નવેમ્બરમાં કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં સામેલ થનારા પહેલા વોલન્ટિયર હતા.તો આ તરફ ભારતબાયોટેકે કહ્યું કે, કોવેક્સિન ક્લીનિકલ ટ્રાયલ બે ડોઝ શિડ્યુઅલ પર આધારિત છે. જે 28 દિવસના અંતરમાં આપવામાં આવે છે. આ વેક્સિનની અસર બીજા ડોઝના 14 દિવસ પછી ખબર પડશે. બંને ડોઝ લીધા પછી જ કોવેક્સિનની અસર થાય છે.