અમદાવાદ સ્થિત યુએન મહેતા ઈન્સ્ટીટયુટના કાર્ડિઓલોજીસ્ટની ટીમે ૧૯૦૦ લોકો પર કરેલા સર્વેનું તારણ: માથામાં પડતી ટાલ હૃદય હુમલાનું જોખમ પાંચ ગણું વધારે છે

આજના સમયમાં હાર્ટ એટેક એટલે કે હૃદય હુમલાના કેસોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકનું એક લક્ષણ ‘વાળ ખરવું’ છે. જાણીને પણ નવાઈ લાગશે કે માથામાં ટાલ પડવી એ હૃદય હુમલાના જોખમનો મુખ્ય સંકેત છે. જે-જે નવયુવાનોને ઉગતાની સાથે જ માથામાં ટાલ છે તેઓએ આ બાબત સામાન્ય ન ગણી તુરંત ડોકટરી તપાસ કરાવવી જોઈએ.અમદાવાદમાં આવેલી યુએન મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડિઓલોજીની એક ટીમે આ વિશે સંશોધન કર્યું છે. જેમાં કાર્ડિઓલોજીસ્ટ ટીમે ૧૯૦૦ કરતા વધુ લોકો પર એક સર્વે કર્યો હતો. જેમાંથી જાણવા મળ્યું છે કે, જે લોકોને ટાલ છે અથવા જે લોકોના વાળ નાની ઉંમરે સફેદ અને ખરવા માંડે છે તેઓમાં અન્ય માણસો કરતા હાર્ટ એટેકનું જોખમ પાંચ ગણુ વધારે છે. સંશોધકોએ ૧૯૦૦ લોકોમાં ૮૫૦ લોકો કે જેઓ ૪૦ વર્ષના છે અને હૃદયને લગતી બિમારીઓ ધરાવે છે. તેઓ પર અભ્યાસ કર્યો હતો. જયારે અન્ય ૧૦૫૦ લોકો હૃદય રોગની બિમારી ધરાવતા દર્દીઓના સગા-સંબંધીઓ હતા. આ સંશોધન પરથી જાણવા મળ્યું છે કે વાળ અને હૃદય વચ્ચે સહસંબંધ છે.

તેમાં પણ ટાલ પડવાથી આ પ્રકારે હાર્ટ એટેકનું મોટુ જોખમ પુરુષોમાં વધુ જોવા મળે છે. નિષ્ણાંતોએ આ સંશોધન પરથી કહ્યું છે કે, ટાલ પડવી એ હૃદય હુમલા માટે એલાર્મ નહીં પણ ફોરવોર્ન છે એટલે કે માથામાં ટાલ પડવીએ સુચન છે કે આપણને હૃદયની બિમારીની શકયતા છે. ડોકટર શર્માએ કહ્યું કે, જે-જે નવ યુવાનોને નાની ઉંમરે માથામાં ટાલ છે તેઓએ હૃદયની તપાસ કરાવવી જોઈએ અને ૪૦ વર્ષના લોકોએ વર્ષમાં એક વખત જ‚રથી હૃદયની તપાસ ફરજીયાતપણે કરાવવી જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.