વીરે દી વેડિંગ ફિલ્મનો એ સીન જેના માટે સ્વરા ભાસ્કરએ આપવા પડ્યા અનેક જવાબો…!!!

બોલીવુડમાં અનેક સ્ત્રી સશક્તિકરણની ફિલ્મો આવી છે અને દર્શકોએ આવકારી પણ છે, પરંતુ એ દરેક ફિલ્મનો હેતુ સ્ત્રીને પુરુષ સમાન ગણવાની હોઈ છે તેવો છે ત્યારે તાજેતરમાં ખુબજ સફળતા મેળવનારી એવી અને એ ફિલ્મ એટલે વીરે દી વેડિંગ. જેમાં ચાર સહેલીના એક ગ્રુપને વીરે નામ આપવામાં આવ્યું છે ખુદમાં જ એક ફેમિનિઝમ દર્શાવે છે. એ ચાર સહેલીઓ સ્કૂલનો અભ્યાસ કરી છૂટી પડી પોતાની રીતે જીવનમાં આગળ વધે છે,પરંતુ હંમેશા એકબીજાની નજીક રહે છે. ફિલ્મને લોકોએ ખુબ વખાણી પણ છે અને કેટલીક બાબતે વખોળી પણ છે જેમાં ફિલ્મના એક દ્રશ્યમાં સ્વરા ભાસ્કર હસ્તમૈથુન કરતી દર્શાવાઈ છે જેના કારણે તેને ફેસબુક અને ટ્વીટર પર ટ્રોલ પણ કરવામાં આવી છે
એ હસ્થમૈથુનનાં સીન માટે લોકોએ વિરોધ દર્શાવ્યો છે. અને સ્વરા માટે મુશ્કેલીભર્યા શબ્દો પણ લખ્યા છે.સવારના કિરદારને સશક્તિકરણ અને અલ્લડ દર્શાવ્યો છે તો એવું કહેવા વાળા લોકોને સ્વરાએ સ્પોન્સર્ડ એટલે કે રૂપિયા લઈને લોકો આવું કહેવા તૈયાર થયા છે એવું કહ્યું છે.
તો આ બાબતે ટ્વીટર પર એક વ્યક્તિએ એ સીન માટે સોફ્ટ પોર્ન છે એવું કહ્યું છે. આ ઉપરાંત તેના હસ્થમૈથુન વાળા સીનને બોલ્ડ કહ્યો છે પરંતુ તે કઈ ઉદાહરણ નથી એવું પણ કહ્યું છે. એવું કરવું એ સ્ત્રી સશક્તિકરણને નુકશાન પહોંચાડવા જેવું છે, સ્ક્રીન પર કોઈ પુરુષ એવું કરે તે કોઈને પસંદ નથી તો આ જો ફેમિનિઝમ છે તો એ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પહેલા અનેક વાર આવું ફેમિનિઝમ દર્શાવાયું છે એમ કહેવાય.
એક યુઝર્સે એવું લખ્યું કે હું આ ફિલ્મ મારી દાદી સાથે જોવા ગયો અને એ હસ્થમૈથુન વાળો સીન જોઈ શરમ આવી ગયી અને ફિલ્મ પૂરું કરી બહાર નીકળ્યા ત્યારે ડાળીએ કહ્યું કે હું એક હિન્દુસ્તાની છું અને ફિલ્મ જોઈને શરમ આવી છે. તદ્ઉપરાંત એક અન્ય યુઝર્સનું કહેવું છે કે પેડમેન ફિલ્મમાં અક્સાય કુમારને પેડ પહેરતો દર્શાવાયો છે જે સ્વરાના હતમૈથુન કરતા વધુ મોટી મિસાલ છે.
આ દરેક વાતના જવાબમાં સ્વરા એવું કહે છે કે એવું લાગી રહ્યું છે કે આઇટી સેલે કા તો ફિલ્મની ટિકિટ સ્પોન્સર કરી છે અથવા આ પ્રકારના ટ્વીટ.
સમગ્ર ફિલ્મ જોતા એ ચાર સહેલીના જીવનમાં જે કઈ થયી રહ્યું છે એ દરેક ઘટના દરેક સર્ટીના જીવનમાં કયારેક ને ક્યારે ઘટી હોઈ એવું લાગે અને ક્યાંકને ક્યાંક એવી લાગણી અનુભવાય છે કે  મારી લાઈફમાં પણ આવું થયું છે પરંતુ અહીં એ દરેક સહેલી તેના પ્રોબ્લેમને ફાંસ કરે છે અને તેનો ઉકેલ લાવે છે, નહિ કે તેને અનુરૂપ થઈ પ્રોબ્લેમ સાથે કોમ્પ્રોમાઇઝ કરે.
સ્વરાનો એ સીન જોઈ અને એ કિરદારની પરિસ્થી જોઈ એવું દર્શાવાયું વહે કે સેક્સ એ શરીરની જરૂરિયાત છે જયારે તે જરૂરિયાત પુરી નથી થતી ત્યારે પુરુષ પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સેક્સ કરી એ જરૂરિયાત સંતોષે છે. જયારે એક ભારતીય સ્ત્રી એવું નથી કરી શક્તિ તેવા સમયે સેકની જરૂરિયાત સંતોષવા માટે હસ્થમૈથુનનો સહારો લ્યે છે અને એમાં કઈ ખોટું નથી એવું તેના માતા પિતા જ મહેસુસ કરાવે છે, જેના માટે ફિલ્મમાં ખાશ શબ્દોનો પણ ઉપયોગ થયો છે એ છે અપના હાથ જગ્ગનાથ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.