સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ, ઉજવણીનો પ્રસંગ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી મેળો બધાથી અલગ ભરાય છે ચિત્ર વિચીત્રનો મેળો. જ્યાં આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરી પોક મુકીને રડે છે. તો યુવાન હૈયા પાન ખવડાવી પ્રણય સંબંધે બંધાય છે. ક્યાંક છે હૈયા ફટ રુદન તો ક્યાંક છે અજંપા ભરી શોકની કાલીમાં. હા,આ છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણ ભાંખરી ગામે ભરાતો ચિત્ર વિચીત્રનો મેળો.
આ વિસ્તારની આદિવાસી જનતા આ મેળામાં આવીને પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન સાથે શોક મનાવે છે. ફાગણી અમાસના દિવસના રોજ મેળો યોજાઈ છે. પોશીના તાલુકાના બાજુમાં આવેલું રાજ્ય રાજસ્થાન. બનાસકાંઠા સાબરકાંઠા અને અન્ય જિલ્લાઓમાંથી દસ હજારથી વધુના આદિવાસી લોકો સહીત મોટી સંખ્ય માઆ વિસ્તારના આદિવાસી લોકો મેળામાં આવતા હોય છે.
અહીં મોડી સાંજથી જઆવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વારનું રડી લે છે. પોશીના તાલુકામાં સરસ્વતી નદી કિનારે આવેલું ત્રિવેણી સંગમ નદીમાં પોતાના સ્વજનોની અસ્થી વિસર્જન કરવા આવતા હોય છે. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને વધુ કોરોના સંક્રમણ વધે નહીં જેથી જિલ્લા સમાહર્તાએ ચિત્ર વિચિત્રનો મેળો રદ કરવા નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં આ વિસ્તારના અન્ય જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી લોકો એકઠા થતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તેને લઈને ચિત્ર વિચિત્રનો ગુણભાખરી નો મેળો આખરે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યું છે