કહેવાય છે ને કે મન હોય તો માણવે જવાય હરિયાળાની કવિતા દેવી રેસલિંગ રિંગ WWE માં અંતરાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો હતો. અને તેમાં ભાગ લેનારી તે પ્રથમ ભારતીય મહિલા મળી છે, ૩૪ વર્ષની કવિતા દેવીએ વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યુ છે, તો હાલ તેઓ પ્રોફેશનલ રેસલર છે. કારર્કીદીની શરુઆત તેણે વેઇટ લિફ્ટિંગથી કરી હતી. ત્યાર બાદ તેના લગ્ન થઇ ગયા અને બાળકો વચ્ચે તે ખોવાઇ ગઇ આ રીતે તેના જીવનમાંથી સ્પોર્ટ દૂર જતું રહ્યું હતું, પરંતુ તે પોતે રિંગથી દૂર રહી શકતી ન હતી.
આખરે તેણે પોતાના પરિવારના સભ્યોને મનાવી લીધા અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ત્યાર બાદ તેને રેસલિંગમાં રસ વધ્યો.
રિંગની લડાઇમાં તે સૂટ-સલવાર પહેરીને પહોંચી ગઇ હતી. હાલ તે ‘ધ ગ્રેટ ખલીની એકેડેમીમાં ટ્રેનિંગ લઇ રહી છે. કવિતા જણાવે છે કે જ્યારે તે રિંગમાં હોય છે ત્યારે ભુલી જાય છે કે તેને પરિવાર, પતિ, જવાબદારી તેમજ બાળકો છે બસ તે રમતને જ પોતાની માને છે, ખલી ખુદ પણ માને છે કે મહિલાઓએ પણ પોતાની મર્જી પ્રમાણે તેની અલગ ઓળખ બનાવવા માટે સ્વતંત્રતા મળવી જોઇએ.