ઘણી વખત તમે જોયું હશે કે ફળોમાં સ્ટીકરો લગાડવમાં આવતા હોય છે, જેમાં ફળની કિંમત, તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પરંતુ આ ઉ૫રાંત પીએલયુ એટલે કે પ્રાઇઝ લૂક અપ કોઇ પણ હોય છેે, આ કોડ ફળોની ગુણવત્તા દર્શાવે છે, પીએલ્યુ કોડની શરુઆત એક વિશેષ અંકથી થાય છે જેથી ફળોની વિશેષતા વિશે માહિતી મળે છે.
સ્ટીકરવાળા ફળોની ગુણવત્તા સારી હોય છે અને મોટાભાગે તે ઊંચા ભાવે વેચાય છે. સફરજન, નારંગી, પપૈયા, કેળા,ચીકુ, ચેરી વગેરે જેવા ફળો પર તમને આ સ્ટીકરો જોવા મળશે. ખાસ કરીને મોંઘા ફળો પર કંપનીઓ બ્રાન્ડિંગ હેતુ માટે સ્ટીકર પણ લગાવે છે.
ઘણાં ફળોમાં પાંચ આંકડાની સંખ્યા હોય છે. અને તેનો કોડ ૯ થી શરુ થતો હોય છે. જેમ કે ‘૯૨૩૪૭’ આ પ્રકારનું લખાણ સ્ટિકર ઉપર હોય છે, એટલે એ આ પ્રકારના ફળો ઓર્ગેનિક હોય છે અને તે મોંઘા જરુર હશે પરંતુ સૌથી શ્રેષ્ઠ હોય છે.
જે ફળો ઓર્ગેનિક નથી હોતા તેના સ્ટીકર પરના કોડની શરુઆત ‘….’ નંબરથી થતી હોય છે. જેનો મતલબ થાય છે કે આ ફળોમાં સંસોધન કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે જૈવિક નથી ઓર્ગેનિક નથી.
ઘણા ફળોના સ્ટીકર્સમાં ચાર આંકડાની સંખ્યા લખી હોય છે. આ પ્રકારના ફળો કીટનાશક અને દવાઓમાંથી ઉગાડવામાં આવતા હોય છે. જે ઓર્ગેનિક ફળો કરતા ખૂબ જ સસ્તા હોય છે.
ફળોમાં સ્ટીકર્સ તો હોય છે પણ આપણે તેને ક્યારેય જોતા નથી, અને ફેંકી દેતા હોય જો તમને પણ આજે પહેલી વખત આ વિશે ખબર પડી હોય તો હવે આ સ્ટીકર્સો પર નજર ફેંરવી જોજો.
ઘણા ફળો પર સ્ટીકર પર કેટલાક નંબરો પણ લખેલા છે. આમાં અંકોની સંખ્યા 4 અથવા 5 પણ હોઈ શકે છે. આ કોડિંગનો પણ પોતાનો અર્થ છે. જો ફળ પરના સ્ટીકર પર 5 અંકો લખેલા હોય અને પ્રથમ અંક 9થી શરૂ થાય, તો આ કોડનો અર્થ છે કે આ ફળ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવ્યું છે.
આ ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેનો ભાવ પણ સામાન્ય ફળો કરતાં વધુ હશે. તે જ સમયે, જો કોડ 8 અંકોથી શરૂ થાય છે, તો તેનો અર્થ એ છે કે આ ફળ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું નથી.