ચોટીલા અને મોરબીમાં માનસિક વિકલાંગ સગીરાને ગર્ભવતી બન્યાંની શરમજનક ઘટના
યુવતીઓનો જન્મદર ઓછો અને સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે વિકૃત્તીનું પ્રમાણ વધ્યું, અપરાધીને ફાંસીની સજા માટે ખાસ જોગવાય જરૂરી: નિવૃત્ત ડીવાય.એસ.પી. એસ.બી.ગોહિલ
માનસિક વિકૃત્ત ધરાવતો શખ્સ ગમે તે હદ વળોટી શકે છે, આવી વ્યક્તિ સમાજ માટે જોખમી: પ્રોફેસર યોગેશ જોગસન
પારિવારીક પ્રેમથી વંચિત અને સમાજથી તરછોડાયેલા શખ્સો જ ગુનાહીત કૃત્ય આચરે છે: રૂટીન સજાથી ડબલ સજા થવી જરૂરી: એડવોકેટ કમલેશ શાહ
સમાજમાં કુટુંબ ભાવના તૂટવી, ઓછો અભ્યાસ, અસંસ્કારીતાના કારણે જન્મતી માનસિક વિકૃતી વ્યક્તિ ગમે તે હદ વળોટી ગુનાહીત કૃત્ય આચરતા હોય છે ત્યારે આવી વ્યક્તિ સમાજ માટે જોખમી અને કલંકિત બની જાય છે. આવી જ શરમજનક ઘટના ચોટીલા અને મોરબી ખાતે પ્રકાશમાં આવતા સભ્ય સમાજનું માથુ શરમથી ઝુંકી જાય છે.
ચોટીલા તાલુકાના શેખલીયા ગામના શ્રમિક પરિવારની છ પુત્રી પૈકી એક મંદબુધ્ધીની, એક અપંગ અને એક અંધ છે. શેખલીયા ગામના પરિવા પર કુદરત તો રૂઠયો છે. આવા પરિવાર માટે સમાજે દયાભાવ અને રક્ષણ આપવાની ફરજ ચુકી સમાજના જ રહેલા માનસિક વિકૃતી ધરાવતા કાના રામ રબારી, આંબા ધમરશી પરમાર અને માધા રાણા ગોરીયા નામના શખ્સોએ ગેર લાભ ઉઠાવી જયાં સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે તેવા સરસ્વતીનું મંદિર ગણાતી શાળામાં લજિઇ એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની હીન કક્ષાની ઘટના સામે આવી છે.
જ્યારે આવી જ બીજી એક ઘટના મોરબી પંથકમાં બની છે. તરૂણીને તેના પિતા જેવડી ઉમરના સુરેશ પટેલ નામના શખ્સે હવસનો શિકાર બનાવી માનસિક વિકૃતિ સંતોષી છે. તરૂણી સુરેશ પટેલની કરિયાણાની દુકાને ખરીદી કરવા જતી ત્યારે પુત્રી જેવડી બાળકીને પોતાના જ ધંધાના સ્થળે દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો છે.
બંને શરમજનક ઘટના અંગે નિવૃત ડીવાય.એસ.પી. એસ.બી.ગોહિલ અંગે ‘અબતક’ સાથે કરેલી ટેલિફોની ચર્ચામાં વિસ્તૃત માહિતી આપી હતી. અજ્ઞાનતા, સંસ્કારીતાનો અભાવ, સમાજમાં છોકરીનો જન્મદર ઓછો અને સોશ્યલ મિડીયાને જવાબદાર ગણાવ્યા છે. મંદબુધ્ધીની વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધી વિકૃતી સંતોષતા શખ્સો સામે કાયદાકીય કડકમાં કડક કાર્યવાહી, જરૂરી ગણાવી દાખલા રૂપ ફાંસીની સજા માટે સ્પેશયલ કાયદો પણ લાવવો જરૂરી હોવાનું કહ્યું છે.
રાજકોટના સિનિયર એડવોકેટ કમલેશ શાહે મંદબુધ્ધીની વ્યક્તિ માટે સામાન્ય રીતે તમામને કરૂણા, દયાભાવ અને રક્ષણ આપતા હોય છે ત્યારે મંદબુધ્ધીની બાળકીને હવસનો શિકાર બનાવવાની ઘટનાને હળવાસથી ન લઇ ગુનામાં સંડોવાયેલા શખ્સને રૂટીન સજા કરતા ડબલ સજા થવાનું જણાવ્યું છે. પારિવારીક પ્રેમથી વંચિત, સમાજમાં તરછોડાયેલી વ્યક્તિ જ ગુનાહીત કૃત્ય આચરતા હોય છે. આવા માનસિક વિકૃત અને સમાજ માટે જોખમી શખ્સોને કુદરત પણ માફ કરતા નથી ત્યારે અદાલતોએ આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે દાખલા રૂપ સજા કરવી જરૂરી ગણાવી છે.
સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના મનોવિજ્ઞાનિક ભવનના વડા યોગેશ જોગસનને સમાજ માટે કલંકીત ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી ‘અબતક’ સાથે કરેલી વાતચીતમાં કહ્યુ હતું કે, માનસિક જાતિય વિકૃત વ્યક્તિ પશુગમન અને નાના બાળકો સાથે સમાગમ કરે ત્યારે જ તેઓને સંતોષ મળતો હોય છે. તેઓ મંદબુધ્ધી સાથે જાતિય સતામણી કે હવસ સંતોષવાની ઘટના આચતા હોય છે. મંદબુધ્ધીના બાળકો આવા માનસિક વિકૃત શખ્સોનો શિકાર ન બને તે માટે સમાજે જાગૃતિ કેળવી મંદબુધ્ધીના બાળકોને એકલા ન મુકવા જોઇએ, આવા બાળકો જેઓની સાથે રમતા હોય છે તેવી વ્યક્તિઓનો પણ વિશ્ર્વાસ ન કરવો જોઇએ તેની ખાસ તકેદારી રાખવી જરૂરી બને છે.
માનસિક વિકૃતી પાછળ આજના ડીઝીટલ યુગમાં સોશ્યલ મિડીયા ઘણું જવાબદાર છે. જાતિય વિકૃતિ ઉશ્કેરણીજનક ફિલ્મ અને ફોટા તેમજ વીડિયો જોઇને આવતી સોકલોલોજી કંપનના કારણે આવી કલંકીત ઘટના બનતી હોય છે. માનસિક વિકૃત શખ્સ ગમે તે હદ વળોટી સભ્ય સમાજ માટે જોખમી બનતા હોવાથી આવી જોખમી અને કલંકીત વ્યક્તિને સમાજ રહેવા લાયક નથી.
કોરોનાની મહામારીમાં લોકોની માનસિકતા બદલાવ આવ્યો છે. બેકાર અને નવરા બનેલા શખ્સો વિકૃત બની ગયા છે. તાજેતરમાં જ ગોંડલ પંથકમાં પાલક પિતાએ પોતાની આંગડીયાત પુત્રીને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી હતી જ્યારે રાજકોટ તાલુકા વિસ્તારમાં મોટી બહેનના જેઠે પોતાના ભાઇની સાળીને હવસનો શિકાર બનાવી સભ્ય સમાજને લાંછન લગાડયું છે.