મોઢામાં કોઈ પણ નરમ સ્થાન પર ચાદા થાય છે. તે ઘણા કારણો હોય છે પેટ સાફ ન હોવાના કારણે, હર્મોનલનું સંતુલન બદલાવના કારણે અને પીરિયડ્સના કારણે કારણે ઉદભવ થાય છે. તમે કેટલાક ઘરેલું ઉપચાર કરી શકો છો.
તુલસી-તુલસી માં આરોગ્યવર્ધક અને દર્દનિવારક ગુણ હોય છે. દિવસમાં બે વાર પાંચ તુલસીનાં પાંદડા ખાવાથી ચાદાના દર્દમાં રાહત મળે છે.
ખસખસ-.ખસખસ ખાવાથી પેટની ગરમી ઠીક થાય છે, પેટમાં પણ ઠંડક મળે છે. જેના કારણે મોઢાના ચાદા ઠીક થાય છે.
બરફનો ઉપયોગ-ચાદા પર ઠંડી વસ્તુ લગાડવાથી ઝડપથી ફાયદો થાય છે. સાથો સાથ આ દર્દ અને સોઝામાં પણ ઓછું થાય છે.
દૂધનો ઉપયોગ–દૂધમાં કેલ્શિયમ વાયરસ સામે લડવાનું કામ કરે છે. હીલિંગ પ્રક્રિયામાં પણ સક્રિયતા ભાગ લે છે. ઠંડા દૂધ માં રૂ ભીનું કરી અસરગ્રસ્ત સ્થળ પર મૂકવાથી લાભ થશે.
નાળિયેર-નાળિયેર તેલ અને પાણી મોઢાના ચાદા માટે સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી પીવાથી શરીર ઠંડું થાય છે. તાજા નારિયલ છીળીને મોઢાના ચાદા ઉપર લગાડવાથી એ દુખાવામાં રાહત મળે છે.
હળદર-હળદરના પાવડરમાં થોડું પાણી નાખીને ચાદા પર લગાડવું. હળદરમાં એન્ટીસેપ્ટીક અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી મોઢાના ચાદા ને ઠીક કરે છે