છેલ્લા ચાર વર્ષથી ડીઝલના ભાવમાં સતત વધારો: સીએનજી, પીએનજીના નવા ભાવ આજથી લાગુ: વાહન ચાલકો ગૃહણીઓને મોંધવારીનો બેવડો માર
લોકોને મોંધવારીનો બેવડો માર પડયો છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીના ભાવમાં વધારો થયો છે. ડીઝલના ભાવતો સતત ઉંચા જ રહે છે પરંતુ હાલ સીએનજી, પીએનજીના ભાવ પણ વધતા વાહન ચાલકો અને ગૃહીણીઓને ફટકો પડયો છે. તેમાં પણ સીએનજી, પીએનજીનો આ ભાવ વધારો પાછલા ત્રણ વર્ષના ગાળામાં સૌથી ઊંચો છે. ડીઝલનો હાલનો લીટરનો ભાવ ૬૪.૫૮ રૂપિયા છે જયારે પેટ્રોલનો ભાવ ૭૩.૭૩ રૂપિયા છે. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે.
આજથી સીએનજી, પીએનજીના નવા ભાવ અમલમાં આવ્યા છે. આજથી ગૃહીણીઓઅને વાહન ચાલકોએ વધુ નાણાની ચુકવણી કરવી પડશે. સીએનજીનો દર કીલોગ્રામે ભાવ ૪૦.૬૧ રહેશે જયારે પીએનજીનો ભાવ ૨૭.૧૪ રૂપિયા રહેશે. આ ભાવ વધારાથી મઘ્યમ વર્ગને મોટો ફટકો પડયો છે. આ ભાવ વધારા માટેની મહત્વની ૧૦ વિગતો જાણીએ.
(૧) ડીઝલના ભાવ સતત વધતા રહ્યા છે. એક લીટરની ડીઝનનલ હાલની કિંમત ૬૪.૫૮ છે. જયારે પેટ્રોલની ૭૩.૭૩ રૂપિયા છે. (ર) આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો કરતાં સ્થાનીક સ્તરે ભાવ ઉછાળો જયો છે. (૩) બીજી એપ્રીલથી સીએનજી, પીએનજીના નવા ભાવ લાગુ થઇ જશે. (૪) સીએનજીન નવા ભાવ ૪૦.૬૧ રૂપિયા, પીએનજી નવા ભાવ ૨૭.૧૪ રૂપિયા થયા. (પ) પીએનજીના નવા ભાવ ૨૭.૧૪ માં વેટ (વેલ્યુ એડેડ ટેકસ) નો સમાવેશ થઇ જશે. (૬) દિલ્હીમાં પીએનજીના ભાવમાં ૧.૧૫ રૂપિયાનો વધારો લદાયો છે. જયારે નોઇડા, ગાઝીયાબાદમાં ૧.૨૦ રૂપિયાનો વધારો કરાયો છે. (૭) ઓઇલ મીનીસીએ પેટ્રોલ- ડિઝલની એકસાઇઝ ડયુટી પર ઘટાડાની વાત છેડી હતી પરંતુ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આ બાબતને ઘ્યાને ન લેતા ઘટાડાને બદલે વધારો લદાયો છે. (૮) સાઉથ એશિયન રાષ્ટ્રોમાં ભારતમાં સૌથી વધુ ઇંધણ પર ભાવ વધારો વસુલાય છે. (૯) નવેમ્બર ર૦૧૪ થી જાન્યુઆરી ર૦૧૬ સુધીમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ, ડીઝલ પરથી એકસાઇઝ ડયુટીમાં નવ ગણો વધારો કર્યો છે. (૧૦) આ ભાવ વધારાથી મઘ્યમવર્ગ, વાહન ચાલકો અને ગૃહીણીઓને વધુ પૈસાની ચુકવણીકરવી પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com