અમુક વખત કુદરતી એવા પણ કિસ્સા બનતા હોય છે કે, તે જોઇને આપણે અચરજ પામી જઇએ છીએ. તેમાં પણ ઘણી વખત કોઇના હાથમાં 6-6 આંગળીઓ જોઇને મોટા ભાગના લોકોને આશ્વર્ય થાય છે અને તેમને જોવાનું ચૂકતા નથી. એટલે સુધી કે કેટલાક તો તેમને સવાલ પણ પૂછતા અચકાતા નથી ત્યારે બ્રાઝિલના ડિસિલ્વા પરિવારના 14 સભ્યોના હાથ અને પગ પર 6-6 આંગળીઓ છે.

પોતાના પરિવારની આ અનોખી ખૂબીને પરિવારના લોકોએ Family of Six નામ આપ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ એમ વિચારતા હતા કે, પરિવારમાં આવનાર નવા સભ્ય પણ આ ખૂબીને લઇને આગળ લઇ જાય અને થયું પણ કંઇક એવું જ. તેમના પરિવારમાં જન્મેલા નવા બાળકોના હાથ અને પગમાં 12-12 આંગળીઓ છે. પિતા બનેલા એલેસાન્ડ્રોએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અમારા પરિવારની આ શાનદાર ખૂબીના કારણે અમે લોકો ભીડમાં અલગ દેખાઇએ છીએ. તેમનું કહેવું છે કે, અમારા પરિવારમાં તમામના પગો અને હાથોમાં 6-6 આંગળીઓ છે પરંતુ, મારી પત્નીના હાથોની આંગળીઓ બાકીના તમામ લોકોની જેમ 5 જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.