રસ્તા પર થુંકવા કે પાનની પીચકારી મારવા પર દંડ લાગુ થયો છે એકબાજુ ચારેકોર સ્વચ્છતાની વાતો થાય છે. ત્યારે શહેરમાં એકાદ જગ્યાએ પણ ગંદકી ‘સ્માર્ટ સીટી’ને દાગ લગાવી જાય છે શહેરનાં રામકૃષ્ણનગર શેરી નં.૧માં ગટર ઉભરાતા પ્રશ્ર્ન એ થાય છે કે રસ્તા પર થૂંકવાનો દંડ વસુલાય છે તો ઉભરાતી ડ્રેનેજનો દંડ કોણ ભરશે…? જો શહેરનો નાગરિક સ્વચ્છતાનો ભંગ કરે છે તો તેને દંડ ફટકારવામાં આવે છે પરંતુ જો તંત્ર જ સ્વચ્છતાના ભંગમાં જવાબદાર ઠેરવાય છે ત્યારે તેની પાસેથી કોણ દંડ વસૂલે તેવો સો મણનો સવાલ ઉદ્ભવે છે. હાલની સ્થિતિ સાબિત કરે છે કે તમામ નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે બન્યા છે. તંત્રને આ નિયમો જાણે અસર જ કરતા નથી.