દરેક સ્ત્રીને તેનાં યોની માર્ગમાં થતા સ્ત્રાવ અંગેની ચિંતા સતાવતી હોય છે ત્યારેએ બાબતે વધુ તણાવ અનુભવવાની જરુર નથી…..કારણ કે યોની માર્ગમાં એક કક્ષા સુધીનો સ્ત્રાવ થવો તે સામાન્ય છે. જે થવું જ જોઇએ જેનાથી તેનું વિજીનલ એટલે કે તેના યોનીમાર્ગ સ્વસ્થ રહે છે તો આવો જાણીએ કેટલો સ્ત્રાવ થવો તે સામાન્ય કહેવાય છે.
સ્ત્રીનાં યોનીમાર્ગ અને ગર્ભાશયના મુખ એક પ્રકારનું પ્રવાહીનું સર્જન કરે છે જેનાથી બેક્ટેરીયા સાફ થાય છે અને કોઇપણ જાતનું ઇન્ફેક્શન નથી થાતું યોનીમાર્ગમાંથી નીકળતુંએ સફેદપાણી એક પ્રકારનાં ઓઇલીંગનું પણ કામ કરે છે સાથે સાથે PHઅને લ્યુબ્રીકેટ્સને પણ સંભોગ દરમિયાન મેઇન્ટેઇન કરે છે.
અનેક અધ્યયનનાં પરિણામ સ્વરુપ…..
1ML થી4MLએટલે કે ૨૪ કલાક દરમિયાન ૧-૨ ટેબલસ્પુનનો સફેદ પાણીનો સ્ત્રાવએ સામાન્ય ગણાય છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઇએ એ સફેદ પાણીનો કલર દૂધ જેવો અને એકદમ સાફ હોય છે. અને યોનીમાંથી પણ તેની સ્મેલ આવે છે. પરંતુ જ્યારે મહિનાની તારીખ આવે છે ત્યારે અથવા પરિપડ્સનાં સમયે તેની ગંધ રંગ અને પ્રમાણમાં બદલાવ આવે છે. અને જ્યારે તમે ગર્ભનિરોધક ગોળી લ્યો છો ત્યારે પણ તેમાં ફેરફાર દર્શાય છે. આ ઉપરાંત તમારા પરિયડ્સના દિવસો પહેલાંએ સ્ત્રાવ વધે પણ છે અને તે વધુ ગંધ વાળો પણ થઇ શકે છે.
જો 4ml થી વધુ સ્ત્રાવ દર્શાય તો તે અસામાન્ય ગણાય છે. અને કંઇક પ્રશ્ન છે તેવું સમજવું જોઇએ. અને જો એવું હોય તો કદાચ કોઇ પ્રકારનું ઇન્ફેક્શન, બેક્ટેરીયલ, ઇમ્બેલેન્સ, અથવા તો યોનીમાં બળતરા પણ હોઇ શકે છે. આ વધારાનો સ્ત્રાવએ કોન્ડોમ અથવા માઉથ ઓર્ગેઝમનું પરિણામ પણ હોઇ શકે છે. આ ઉપરાંત એન્ટીબાયોટીકનો ઉપયોગ, નવો સેક્સપાર્ટનર, સેક્સ ટોયનો ઉપયોગ અથવા વારંવાર થતા સમાગમનાં કારણે હોઇ શકે છે.
કોઇપણ પ્રમાણના સ્ત્રાવ સમયે જો ખંજવાળ આવતી હોય બળતરા થતી હોય, અથવ દુ:ખાવો થતો હોય તો ચોક્કસપણે તમારે જાતે પરિક્ષણ કરવું જોઇએ. જો એ સ્ત્રાવ દુધ જેવા સફેદ રંગને બદલે અલગ કલરનો થતો હોય અને અતિ તિવ્ર ગંધ છોડતો હોય અને ગાઠા જેવુ દર્શાતો હોય તો લાપરવાહી દર્શાવ્યા વગર ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે.
યોનીમાર્ગ પર કોઇપણ જાતનો સ્પ્રે કે ફુવારો કરવો એ યોગ્ય નથી તેમજ તેને એન્ટીબેક્ટેરીયલ સાબુથી સાબુથી સાફ કરવાથી યોનીમાર્ગમાં રહેલાં સ્વસ્થ બેક્ટેરીયા નાશ પામે છે.
દ્રો બાયોટીકનો નિયમિત પણે ઉપયોગ કરવાથી સ્વસ્થ બેક્ટેરીયાનું સ્તર જળવાઇ રહે છે.
આહારમાં નિયમિતતા, સંભોગબાદ યોગ્ય સાફ સફાઇ અને જીમમાં એક્સરસાઇઝ બાદ ન્હાવાની તકેદારી રાખવાથી પણ આ સફેદ પાણીનો સ્ત્રાવ નિયમિત રહે છે. આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતા પણ એટલી જ જરુરી રહે છે