જનરલ બોર્ડની ધમાલ સામે ઉગ્ર આક્રોશ
મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં આવી હાલત હોય તો બીજે કેવી હાલત હશે: એવા બોર્ડને અલીગઢીયા મારી દયો: મંચની મુખ્યમંત્રીને રજૂઆત
મહાપાલિકાના જનરલ બોર્ડના પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ ન કરવી હોય તો આવા જનરલ બોર્ડની શી જરૂર તેમ જણાવી લોકસંસદ વિચાર મંચે રાજયના મુખ્યમંત્રીને બોર્ડને અલીગઢી તાળા મારી દેવાની રજૂઆત કરી છે.
લોકસંસદ વિચાર મંચના આગેવાનોએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડએ મહાનગરપાલિકાનું હ્રદય કહેવાય લોકોના વ્યાજબી પ્રશ્રો અંગે તંદુરસ્ત ચર્ચા માટે દર બે માસે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળે છે. પરંતુ ગઇકાલે બોર્ડમાં અન અગાઉના બોર્ડ પ્રજાના પ્રશ્ર્નોને બદલે ધાંધલ-ધમાલ, શોરબકોર, ગાળાગાળી, મારામારી આક્ષેપો પ્રતિઆક્ષેપો, ધીંગામસ્તી, તોફાનો માટે કુખ્યાત બની ગયું છે. લાંબા સમયથી બોર્ડમાં થતી જ રહે છે તે એટલી હર્દ કે જનરલ બોર્ડ પણ પ્રશ્ર્નોની ચર્ચાને બદલે શાસક-વિપક્ષ માટે સમરાંગણ બની ગયું છે. કારણ કે ગઇકાલે બોર્ડમાં પૂછાયેલા ૭૦ નગરસેવકોના પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ર્નોની ચર્ચા જ ન થઇ તો આવા જનરલ બોર્ડમાં બંદોબસ્તનો ખર્ચ નગરસેવકોના ભથ્થુ સહિત લાખોનો ખર્ચ કરવાની શુ જરુર છે.
જનરલ બોર્ડએ શહેરની સુવિધા સવાલો માટેનું ઉત્તમ મંચ છે કોરોના જેવા શહેરમાં વધી રહેલા ગંભીર રોગની પણ ચર્ચા ન થાય નગર યોજનાના વિકાસ અને નગર રચના યોજનાના મૂળ હેતુની ધજજીયા ઉડે અને શાસકો એક તરફી નિર્ણય લઇ ફટાફટ બધું જ મંજુર કરી દશે તો આમાં સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર જ ભ્રામક સાબિત થયું છે. અને દરેક બોર્ડનું જ સૂરસૂરીયું થઇ જાય છે.
ભૂતકાળમાં નન્નાભાઇ આલા, નવલસિંહ ભટ્ટી, મનુબેન સોનારા, કરશનભાઇ વાઘેલા સહિતના અનેક કોર્પોરેટરો આક્રમક હતા. ધમાલ પણ થતી પણ આજના દિવસો કરાયેય જોવા મળ્યા ન હોતા.
મનપા પ્રજાની સંસ્થા છે પ્રજાના મતોથી જ કોર્પોરેટરો ચૂંટાફ છે. ત્યારે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વેરાનો કરકસરયુકત કોર્પોરેટરો ચૂંટાઈ છે. ત્યારે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વેરાનો કરકસરયુકત વહીવટને બદલે આવા બોર્ડના લાખોના બિનજરુરી ખર્ચ ઉડાડવાની સત્તા નથી.
રાજયના મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ આવા બોર્ડ ભરાય તો અન્ય મહાપાલિકા શું થતું હશે? સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને બોર્ડમાં જો પ્રશ્ર્નોની ચર્ચા ન કરવી હોય તો અલીગઢી તાળા મારી દયો અને હાથની કાર્યાલયમાં કે બહાર પુરાતી હોય તો કોર્પોરેટરની હાજરી બોર્ડમાં પુરવાની રજુઆત લોક સંસદ મંચના રાજેન્દ્રસિંહ ઝાલા ધીરુભાઇ ભરવાડ, ચંદ્રેશ રાઠોડ, અમિત ધ્રુવ, હિતાક્ષીબેન વાડોદરીયા, વિસ્તૃત પત્રથી કરી છે.