દુનિયાના નાના દેશોમાં ગણવામાં આવતા ઈઝરાયેલ ફરી એકવાર ચર્ચામાં છે. તેની પાછળનું કારણ હમાસ સાથેનું યુદ્ધ છે. ઇઝરાયેલ દેશ તેની સૈન્ય તાકાત માટે દુનિયાભરમાં જાણીતો છે.  ઈઝરાયલની આસપાસ દુશ્મન દેશો છે.  તેની આસપાસ હોવા છતાં તેની ધાક પર બહુ અસર થતી નથી.  ઈઝરાયેલ પાસે રહેલી આયર્ન ડોમ નામની આ ડિફેન્સ સિસ્ટમ ઘણી વખત દુશ્મન દેશોને હરાવી ચૂકી છે.

ઇઝરાયેલ આધુનિક શસ્ત્રો માટે જાણીતું છે. સામૂહિક વિનાશના હથિયારો તેને યુદ્ધમાં મદદ કરવા જઈ રહ્યા છે. આમાંની એક હાઇટેક મેરકાવા ટેન્ક  છે, જેને તમે ગાઝા તરફ આગળ વધતા જોઇ ચૂક્યા છો. દુશ્મનો તેના નામથી ધ્રૂજે છે. બીજું છે હેરોન અને હર્મીસ ડ્રોન, આ ડ્રોનની પકડમાં આવીને દુશ્મન ભાગી નથી શકતો. ત્રીજું હથિયાર છે જેરિકો-3 મિસાઇલ, જે ખૂબ જ સચોટ અને ઘાતક છે. ચોથું છે કાવરતે યુદ્ધ જહાજ. તે એક ગતિશીલ લશ્કરી ટુકડી છે જે તમને ખસેડે છે. પાંચમું શસ્ત્ર એફ-16 છે, જેની ઉડાનથી દુશ્મન હચમચી જાય છે. આ તમામ હથિયારો હમાસને ખતમ કરવા અને ઇઝરાયલની સુરક્ષા કરવામાં સક્ષમ છે.

આયર્ન ડોમ કેવી રીતે કરે છે કામ?

આયર્ન ડોમ મુખ્યત્વે ત્રણ રીતે કામ કરે છે. પહેલા તો તે દુશ્મન દેશની મિસાઈલને ઓળખીને તેને ટ્રેક કરે છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં યુદ્ધ વ્યવસ્થાપન અને વેપન કંટ્રોલ અને ત્રીજા સ્ટેપમાં મિસાઈલને ટાર્ગેટ કરવાનું. જેવો કોઈ દુશ્મન દેશ તેની મિસાઈલને ઇઝરાયેલ તરફ ટાર્ગેટ કરે છે ત્યારે આયર્ન ડોમ રડારથી તેને ઓળખીને તેને ટ્રેક કરે છે. ત્યારબાદ ક્ધટ્રોલ સિસ્ટમ ઈમ્પેક્ટ પોઈન્ટની તપાસ કરે છે, એટલે કે તે એ જોવે છે કે જો રોકેટ ઇઝરાયેલ પર પડ્યું તો કેટલું નુકસાન થશે અને જો હવા જ ફાયર કરી દેવામાં આવશે તો કેટલા અંતર સુધી તેની ઈફેક્ટ રહેશે. આ પછી કંટ્રોલ સિસ્ટમ પાસેથી કમાન્ડ મળતા જ લોન્ચરથી મિસાઈલને ટાર્ગેટ કરવામાં આવે છે. અ મિસાઈલને ઇન્ટરસેપ્ટર કહે છે. મિસાઈલરોકેટ પાસે જઈને બ્લાસ્ટ કરે છે, જેના કારણે દુશ્મન મિસાઈલ અને ઇન્ટરસેપ્ટર બંને નાશ પામે છે.

આયર્ન ડોમનો ખર્ચ

એક રીપોર્ટ મુજબ આયર્ન ડોમ, જે દુશ્મનની મિસાઇલો અને રોકેટને હવામાં તોડી શકે છે, ને માટે ખર્ચ લગભગ 3 લાખ કરોડ રૂપિયા થાય છે. તેની ઈન્ટરસેપ્શન રેન્જ વિશે વાત કરીએ તો તે 2.5 માઈલથી 45 માઈલ સુધીની છે. વર્ષ 2021માં ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યુરિટી સ્ટડીઝે એક રિપોર્ટ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલના ઈન્ટરસેપ્ટરનો ખર્ચ 1 લાખ ડોલર છે, જ્યારે અન્યની ઈન્ટરસેપ્ટરનો ખર્ચ 50,000 ડોલર છે. માત્ર ઈન્ટરસેપ્ટર દુશ્મન મિસાઈલનો નાશ કરે છે. મતલબ કે જો ઇઝરાયલે હમાસના તમામ 5,000 રોકેટ તોડી પાડ્યા હોત તો તેનો ખર્ચ 2,079 કરોડ રૂપિયા થયો હોત.

આયર્ન ડોમ’ની તાકાત જાણે છે આખી દુનિયા

ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ’આયર્ન ડોમ’ની તાકાતને આખી દુનિયા ઓળખે છે. આયર્ન ડોમ, તેની 90 ટકા એકયુરસી અને હવામાં દુશ્મન મિસાઈલોને શોધીને તેનો નાશ કરવા માટે પ્રખ્યાત, પરંતુ આ વખતે હમાસના હુમલાને રોકવામાં તે અસમર્થ રહી. મે 1948માં ઈઝરાયેલની સ્થાપનાના બીજા જ દિવસે પેલેસ્ટાઈન, ઈજીપ્ત, લેબેનોન, જોર્ડન અને સીરિયા જેવા દેશોએ તેના પર હુમલો કર્યો, જેનો ઈઝરાયેલે પણ યોગ્ય જવાબ આપ્યો. બાદમાં પણ આવા હુમલા થતા રહ્યા. આવા હુમલાઓનો સામનો કરવા માટે, ઇઝરાયલે તેની બોર્ડર અને ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાનું શરૂ કર્યું. આયર્ન ડોમ ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમના સૌથી શક્તિશાળી હથિયારોમાંથી એક છે. અન્ય દેશો પાસે પણ એન્ટી ડ્રોન સિસ્ટમ છે, પરંતુ ઈઝરાયેલની સિસ્ટમ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.