પાક.ને દહેશતથી હોસ્પિટલ–સેના સહિત તૈયારીઓમાં લાગ્યુ.
તાજેતરમાં કાશ્મીરનાં પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થવા પામ્યા હતા. આ હુમલામાં વિવિધ મુદે પાકિસ્તાનની સંડોવણી ખુલવા પામી છે. જેથી ભારતે પાકિસ્તાન સામે આક્રમક વળતો જવાબ આપવા તૈયારીઓ શરૂ કરી લીધી છે. ત્યારે પોતે કરેલા પાપના તાપથી પાકિસ્તાન હવે ફફડી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ભારતની સંભવિત લશ્કરી કાર્યવાહીથી ધ્રુજી ઉઠીને યુધ્ધ પહેલાની તૈયારી આદરી દઈને સેના અને હોસ્પિટલોને સાબદી કરી દીધી છે.
પુલવામાં શહીદોની શહાદત એળે નહી જાય અને કસુરવારોને અવશ્યા સજા મળશે એવી વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ જૈશ મોહમ્મદની સંડોવણીનાં પગે ભારતની લશ્કરી કાર્યવાહીની સંભાવનાને લઈને પાકિસ્તાનને બલુચિસ્તાન પીઓકેના મોરચામાં સૈન્યની ગોઠવણ કરવાનું શરૂ કર્યું છે.
કવોટા લશ્કરી થાણાના અધિકારીઓએ જિલ્લાની હોસ્પિટલોને ભારત સામેની યુધ્ધની પરિસ્થિતિમાં બચાવ રાહત કામગીરી માટે એલર્ટ રહેવા જણાવી દીધું છે.
આજ રીતે સિંઘ અને પંજાબના આરોગ્ય તંત્રને તૈયાર રહેવા સુચના મળી હોવાનો હોસ્પિટળના પ્રવકતા અબ્દુલ મલીકે જણાવ્યું હતુ સંભવિત યુધ્ધગ્રસ્ત વિસ્તારમાં લશ્કરી હોસ્પિટલોની મર્યાદા સામે સરકારી હોસ્પિટલોની સેવા લેવાશે હોસ્પિટલોને સૈન્ય માટે ૨૫ ટકા ખાટલા રીઝર્વ રાખવા જણાવ્યું છે.
પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર વહીવટી તંત્ર એ સ્થાનિક પ્રશાસનને નિલમ જેલમ, રાવલકોટ હવેલી કટીલી અને ભીમભેર વિસ્તારમાં એલઓસી સંલગ્ન તમામ નિવાસીઓને ભારત પાકિસ્તાન તનાવની સ્થિતિમાં સંભવિત લશ્કરી કાર્યવાહી દરમિયાન કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.
પાકિસ્તાને એલઓસીનાં સરહદ નજીકનાં વિસ્તારોમાંથી આતંકવાદી ટ્રેનીંગ કેમ્પોનાં ઉંચાળા તાત્કાલીક ફેરવી લેવાની કાર્યવાહી આટોપી લીધી છે. ભારત સર્જીકલ સ્ટ્રાઈક હુમલો કરી દે તો ઉંઘતા ઝડપાવવાના બદલે પહેલેથી જ પાકિસ્તાન જાણે માર ખાવાની તૈયારી કરી રહ્યું છે.
સંભવિત યુધ્ધગ્રસ્ત વિસ્તારમાં બીન જરૂરી રીતે લાઈટો ન કરવાની સૂચના પણ આપી દીધી છે. સ્થાનિક પ્રશાસનો નાગરીકોને બીન જરૂરી રીતે એલઓસી નજીક અવર જવર અને સરહદ પરનાં ખેતરોમાં પશુઓને ચરાવવા ન જવા સુચના આપી દીધી છે.
પુલવામાંનો બદલો ભારત ગમે ત્યારે લે તેવો ભય પાકિસ્તાને ફફડાવી રહ્યું છે. ભારતીય સર્જીકલ સ્ટ્રાઈકથી હજુ સુધી ધ્રુજતું પાકિસ્તાન વધુ એકવાર યુધ્ધની સ્થિતિમાં બચાવ માટે માર ખાતા પહેલા જ નભેથ બોલી ગયું છે.
પાક પ્રેરીત આતંકવાદીઓનાં આ કૃત્યને લઈને ભારતના પ્રત્યાઘાતી પગલાઓ એક પછી એક લેવાય રહ્યા છે. સરકારે લીધેલા એક મહત્વના નિર્ણયમાં પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીયા સંબંધો અને ખાસ કરીને બંને દેશના નાગરીકો વચ્ચેના સંબંધોને પુન: સ્થાપિત કરવાના આયોજનને બ્રેક મારી દીદો છે. પાકિસ્તાન ઘણા લાંબા સમયથી બંને દેશોના નાગરીકો સંબંધ સુધારવાઅને ખાસ કરીને બંને દેશો વચ્ચે વર વાયરના અને બંને દેશો વચ્ચે સામાજીક સંબંધો સુધારવા અને જુના મનદુ:ખ ભૂલીને નાગરીક નાગરીક વચ્ચેના સંબંધો વધુ સુદ્દઢ બનાવવા લાંબા સમયથી નચોવટથ ચલાવતુ હતુ
ઈસ્લામાબાદ સ્થિત પ્રબુધ્ધ પ્રતિનિધિઓએ માર્ચ ૭ અને ૮ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય નાગરીક વ્યવહારનાં મુદે બેઠક ગોઠવી હતી. પરંતુ પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની દેખીતી સંડોવણી બાદ ભારતે તેને મોસ્ટ ફેવરેટ નેશનના દરજજામાંથી પડતો મૂકી દીધો છે. અને ગઈકાલે બંને દેશના નાગરીકો વચ્ચેના સંબંધો સુધારવાની કવાયત બંધ કરવાનીજાહેરાત કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં શિખોનાં પવિત્ર સ્થળ કતારપૂર સાહેબમાં સરળતાથી અવર જવર થઈ શકે તે માટે કોરીડોર બનાવવાની દરખાસ્ત, નાગરીકો સરળતાથી આવક જાવક કરી શકે અને બંને દેશો વચ્ચે બેટી વ્યવહારા જેવા સંબંધો વધુ સારી રીતે સ્થાપિત થાય તે માટેના પ્રયાસોને હાલ પુરતી બ્રેક મારી દીધી છે.
પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનોની શહાદત મુદે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ ભારતનાં પડખે ઉભા રહીઆ હુમલાનો વિરોધ કરી સંયુકત રાષ્ટ્રસુરક્ષા સમિતિ, ચીન સહિતના પંદર રાષ્ટ્રોએ પુલવામાં હુમલાને વખોડીને અમાનવીયતા અને કાયરતાનું કૃત્યા ગણાવી પાક સ્થિત જૈશે મોહમ્મદ સામે આકરી કાર્યવાહીના નિર્દેશો આપી જૈસે મોંહમ્મદ જેવા સંગઠનનો મદદરૂપ થતા પરિબળોને નાથવાનો નિર્દેશ આપ્યો હતો.
સલામતી સમિતિએ આ કૃત્ય સાથે સંકળાયેલા જૈસે મોહમ્મદ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ એવો મત વ્યકત કર્યો છે. યુનો સલામતી સમિતિએ ગઈકાલે એક નિવદેન જારી કરી પાકિસ્તાન કમાન્ડર મસુદ અઝહરના નામ જોગ નિવેદન જાહેર કરીને તેના વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરી કાયદાના સંકજામાં લાવવા નિર્દેશ કર્યો હતો.
ચીન સહિતના સલામતી સમિતિના પંદર રાષ્ટ્રોએ મસુદ અઝહર વિરૂધ્ધ કામગીરી કરવા હાંકલ કરી છે. અગાઉ ભારતે અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાની મુકેલી દરખાસ્તનો સલામતી સમિતિમાં ચીને જ વિરોધ કર્યો હતો. પરંતુ હવે સલામતી સમિતિના સભ્ય તરીકે ચીન પણ આતંકવાદ વિરોધી જંગમાં વિશ્ર્વ સમુદાયને એક થવાની અપીલમાં જોડાયું છે.
ભારત-પાક વચ્ચેના સંબંધો પુલવામાં હુમલાના પગલે ઘુણધાણી થઈ ગયા છે. પાકિસ્તાનને મોસ્ટ ફેવરેટ નેશનનો દરજજો પાછો ખેંચી લીધા બાદ ભારતે તેની સાથે રાજદ્વારી અને નાગરીક સંબંધો ખત્મ કરવાની સાથે સાથે હવે ભારતના ભાગનું વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહી જાય છે. તેને પણ અટકાવી દેવાની કવાયત હાથ ધરી છે. જળસંશાધન મંત્રી નિતિન ગડકરીએ ભારતની નદીઓમાં વહી જતુ ભારતના ભાગનું પાણી રોકી લેવાની જાહેરાત કરી હતી.
મંત્રીનિતિન ગડકરીએ ટવીટ સંદેશામાં જણાવ્યું હતુ કે ભારત-પાક વચ્ચે થયેલી સિંધુ જળ સમજૂતીમાં બંને દેશો વચ્ચે નિર્ધારીત થયેલા પાણીના જથ્થાના હકમુજબ અત્યારે ભારતની ઉદારતાના કારણે ભારતનાં ભાગનું ઘણુ પાણીપાકિસ્તાન તરફ વહેવા દેવાય છે. અને પાણી પાકિસ્તાનની ખેતી અને ઉદ્યોગોને ખૂબ મોટા લાભ થાય છે. પરંતુ હવે આ પાણી રોકી લેવાશે ભારતની હદમાં આવેલા ડેમોની ઉંચાઈ ૧૦૦ મીટર સુધી લઈ જઈ ભારત પોતાના ભાગનું પાણી રોકવાની તૈયારી કરી રહ્યું છે.
સિંધુ જળસંધી મુજબ બંને દેશો વચ્ચે સરખા ભાગે પાણીની વહેચણીનો સરખા ભાગે વહેચવાનો કરાર કરવામાં આવ્યો હતો. જેમાં નદીઓ સિંધુ, જેલમ ચિનાબનું પાણી પાકિસ્તાનમાં અને પૂર્વની નદઓ રાવી, બિયામ અને સતલજ ભારતમાં આવે છે. રાવી બિયાસ અને સતલજ ૩૩ બિલિયન એકર ફૂટ પાણી ભારતનો હિસ્સો ગણવામાં આવ્યો છે. પરંતુ ૧.૬ બિલિયન એકર ફૂટ પાણી પાકિસ્તાનમાં વહી જાય છે. જેનો લાભ પાકિસ્તાનને મોટા પ્રમાણમાં થાય છે.
આ ત્રણ નદીઓનાં પાણી છેલ્લા ૬૦ વર્ષથી પાકિસ્તાનમાંવહે છે. અને પાકિસ્તાની નાગરીકો તેનો ભરપૂર લાભ લે છે. પરંતુ નગુણુ પાકિસ્તાન ભારતની ઉદારતાના આ લાભના બદલામાં ઋણ ચૂકવવાના બદલે વર્ષોથી ભારતની પીઠમાં ખંજર ભોંકતુ આવ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આપણા ભાગનું પાણી રોકી લઈ આ પાણી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં આપવાનું નકકી કર્યું છે. નિતિન ગડકરીની આ હિમાયત મુજબ શાહપૂર અને કાંધીમાં રાવી નદી પર અને રાવી બિયાસ નદીઓના પાણી રોકવાનું આયોજન કરવામાં આવ્યું છે.