ઈજીપ્તના પોર્ટ સઈદથી રાતા સમુદ્ર મારફત યુરોપ અને એશિયાને જોડતી સુએજ નહેર
વૈશ્ર્વિક વહાણવટાનું પ્રવેશ દ્વાર અને રાતા સમુદ્રના માધ્યમથી યુરોપ અને એશિયાને જોડતું સુએજ નહેરનું પ્રવેશ દ્વારા 1869થી સમગ્ર વિશ્ર્વ માટે મહત્વનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે ત્યારે તાજેતરમાં જ સુએજ નહેરમાં જહાજ ફસાઈ જવાથી ભારત સહિતના દેશો માટે માલ લઈને આવી રહેલા જહાજોનો રસ્તો હજુ 4 થી 5 અઠવાડિયા નહીં ખુલે તેવી પરિસ્થિતિમાં ક્રુડ ઓઈલ, રાશન, જીવન જરૂરી ચીજવસ્તુ અને કાચા માલની વૈશ્ર્વિક હેરફેર અટકી પડી છે. 150 વર્ષે પણ હજુ દુનિયાને સુએજ નહેરનો પર્યાય મળ્યો નથી. વૈશ્ર્વિક માલ પરિવહન માટે કરોડરજ્જુ જેવી સુએજ નહેરની વાત કરીએ તો અત્યારે 400 મીટર લંબાઈ અને 2 લાખ મેટ્રીક ટન વજન ધરાવતી જહાજ સુએજ કેનાલમાં ફસાઈ જતાં બન્ને તરફથી રસ્તો બંધ થઈ ગયો છે. સુએજમાં વહાણ ફસાઈ જવાથી ભારત સહિતના તમામ વહાણો એકાદ-બે અઠવાડિયા સુધી વહાણવટુ ઠપ્પ થઈ જશે. જાપાનની કંપનીની સુઈકિશન ક્રિશે નામનું જહાજ ફસાઈ ગયું છે જેમાં મોટાભાગના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. આ જહાજ હજુ એકાદ અઠવાડિયા સુધી સરખુ નહીં થાય ત્યાં સુધી ભારતની નિકાસ વ્યવહાર સાવ અટકી પડશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન અજય સહાએ જણાવ્યું હતું કે, હજુ સુએજ નહેરનો રસ્તો ખુલતા ચાર-પાંચ અઠવાડિયા થઈ જશે.
સુએજ શું છે, તેની રચના કેમ થઈ 1869માં 120 માઈલ લાંબો સંપૂર્ણપણે માનવસર્જીત જળમાર્ગ સુએજ નહેર તરીકે અસ્તિત્વમાં આવ્યું અને આ જળ માર્ગ યુરોપ અને એશિયાના જોડાણનું મુખ્ય રસ્તો બની ગયો છે. સુએજ કેનાલ ઈજીપ્તના સૈયદ બંદરથી ભારતીય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો મુખ્ય રસ્તો બનીગયો છે. કોઈપણ પ્રકારના અવરોધ વગર વિશ્ર્વનો લાંબામાં લાંબો જળ માર્ગ તરીકે સુએજ સતતપણે વૈશ્ર્વિક ધોરણે ચાલતા વાહનોની અવર-જવર માટે વ્યસ્ત રહે છે. સુએજ કેનાલનું બાંધકામ 1869માં ઈજીપ્તના ઓટોમન સામ્રાજ્યમાં નિર્માણ થયું હતું. ત્યારબાદ ઈજીપ્ત સરકારના હાથમાં આવેલી આ સુએજ નહેરમાંથી દર 10 મહિને 20,000 જેટલા જહાજોની અવર-જવર થાય છે. રાજદ્વારી રીતે બ્રિટન અને ફ્રાન્સ દ્વારા દરિયાઈ રસ્તો અને યુરોપથી એશિયા સુધીનું અંતર ઘટાડવા સુએજ નહેરનું નિર્માણ થયું હતું. તત્કાલ સમયે બ્રિટીશ શાસન હસ્તકની સુએજ કેનાલ 1956થી ઈજીપ્ત સરકારના હાથમાં આવી છે. 1956માં જ્યારે ઈજીપ્તના રાષ્ટ્રપતિએ શાસન સંભાળ્યું ત્યારે સુએજનું માલીકીપણુ બદલાયું હતું. શીત યુદ્ધ સમયે યુરોપની પક્કડ સમગ્ર વિશ્ર્વમાં રહે એટલે સુએજનું નિર્માણ થયું હતું. ઈજીપ્ત સરકારે 1967 દરમિયાન અરબ-ઈઝરાયલ યુદ્ધ વખતે નહેર બંધ કરી હતી અને ફરીથી કર્નલ નાસરે તેની શરૂઆત કરાવી હતી. સુએજ કેનાલ અત્યારે 150 વર્ષે પણ વિશ્ર્વ માટે ખુબજ અગત્યનો જળ માર્ગ બની રહી છે. હજુ સુધી સુએજનો કોઈ પર્યાય બન્યો નથી. રશિયાએ હાલમાં સુએજ નહેરના વિકલ્પ તરીકે ઉતર સમુદ્ર જળમાર્ગ વિકસાવવાનું આયોજન કર્યું છે પરંતુ આ નવો જળમાર્ગ સમય અને ઈંધણની દ્રષ્ટિએ ખુબજ મોંઘુ પડે તેમ હોવાથી 150 વર્ષે પણ સુએજનો કોઈ પર્યાય મળ્યો નથી.