હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે તેમાં અનેકવિધ ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે ત્યારે ચાઈના દ્વારા રેર અર્થ મટીરીયલનો નિકાસ અમેરિકામાં કરવા માટે ઈન્કાર કરી દીધો છે. પ્રશ્ન એ પણ ઉદભવીત થાય છે કે, આ રેર અર્થ છે શું ? ત્યારે રેર અર્થ વિશે જો માહિતી લેવામાં આવે તો ધરતીના પેટાળમાં એવા ધાતુઓ કે જે ખુબજ અમુલ્ય અને તેની તુલના ન થઈ શકે જેવા કે યુરોનિયમ, પ્લુટોનીયમ જેવા ધાતુઓના કારણે હાલ ચાઈના દ્વારા અમેરિકામાં આ તમામ રેર અર્થ મટીરીયલના નિકાસ પર પ્રતિબંધ મુકવાનું જણાવ્યું છે.
આ પ્રકારના ધાતુઓ મુખ્યત્વે એનર્જી રીસોર્સ ડેવલોપમેન્ટ, ઈલેકટ્રીકલ કમ્પોનેટમાં ઉપયોગ થતો હોય છે અને હાલ ચાઈના આ તમામ ધાતુઓના પગલે જ જગત જમાદાર અમેરિકાને હંફાવી રહ્યું છે. ત્યારે જે અમેરિકા દ્વારા સૌથી વધુ ડયુટી લાદવાની વાત કરવામાં આવી છે તેને જોતા ચાઈના દ્વારા પણ આ તમામ અમુલ્ય ધાતુઓના નિકાસ તેમાં ન કરવા પર સંમતિ દાખવી છે.
ચાઈના સમગ્ર વિશ્વમાં ૯૫ ટકા જેટલુ રેર અર્થ કમ્પોનેટ અન્ય દેશોની સરખામણીમાં વધુ કરી રહ્યું છે. આ તમામ ધાતુઓ નાના બ્લબથી માંડી મિસાઈલમાં તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ચાઈના પાસે આ એક એવું હથિયાર છે જેનાથી વિશ્વ આખું તેનાથી ડરે છે. ત્યારે આ મુદ્દો અમેરિકા સાથેના ટ્રેડ વોરમાં કેવો ભાગ ભજવશે તે આવનારા સમયમાં જ જાણી શકાશે.
આજ મહિનામાં યુનાઈટેડ સ્ટેટ દ્વારા ચાઈનાની ટેલીકોમ કંપની હુઆઈ કંપનીને યુએસ ટેકનોલોજી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે આશંકીક રીતે ચાઈનાએ પણ અમેરિકાને તેના રેર અર્થનો ઉપયોગ જે અમેરિકા કરી રહ્યો છે તેના પર પ્રતિબંધ મુકવાનું પણ સાંકેતીક જણાવ્યું હતું. ત્યારે રેર અર્થનો મુદ્દો અમેરિકાઅને ચાઈના વચ્ચેના ટ્રેડ વોરમાં ખુબજ મહત્વપૂર્ણ ભાગ ભજવશે તે વાતમાં કોઈ જ પ્રકારનો મીનમેક નથી. માત્ર જોવાનું એ રહ્યું કે આ મુદ્દાને અમેરિકા કઈ રીતે લ્યે છે.