ભારત સરકારનાં સાહસ એવા ભારતીય સંચાર નિગમ લી. (BSNL)નાં 1.68 લાખ કામયી કર્મચારીઓનો ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો નથી. સામાન્ય રીતે આ કર્મચારીઓને તેમનો પગાર 28 ફેબ્રુઆરીનાં રોજ મળી જવો જોઇએ. છેલ્લા 18 વર્ષમાં પહેલી વખત બન્યુ છે.

જાણકારી અનુસાર ખાસ તો એ વાત જાણવા મળી છે કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની તો બદતર હાલત છે. કેમ કે, તેમને તો છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. એમાંય, કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છ મહિનાથી પગાર મળ્યો નથી.

કર્મચારી મંડળે આ મામલે કેન્દ્રિય ટેલિકોમ મંત્રીને એક પત્ર લખીને વિનંતી કરી છે કે, સરકાર કંપની માટે તાત્કાલિક ફંડ રિલીઝ કરે અને કર્મચારીઓનાં પગાર ચૂકવે. યુનિયને એવી પણ માંગણી કરી છે કે, સરકાર બી.એસ.એન.એલને જીવંત કરે. દેશનાં કેટલીક જગ્યાએ કર્મચારીઓએ સરકાર સામે દેખાવો પણ કર્યા હતા.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં આવેલા અહેવાલ મુજબ, બી.એસ.એન.એલ દ્વારા તેના કર્મચારીઓને ફેબ્રુઆરીનાં પગાર ચૂકવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને, કેરળ, જમ્મુ અને કાશ્મીર અને ઓડિસામાં કર્મચારીઓને તેમનો પગાર ચૂકવાઇ ગયો છે અને જ્યારે પણ કંપનીની આવક થશે એટલે અન્ય કર્મચારીઓના પગાર ચૂકવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.