સેન્ટ્રલ બેંક ઓફ ડાયરેક્ટ ટેક્સે મંગળવારે PANથી આધાર લિંક કરાવવાની સમય સીમા 30 જૂન સુધી વધારી દીધી છે. ટેક્સ વિભાગે આ નીતિ નિયામક નિકાયે પહેલા એની સમય સીમા 31 માર્ચ સુધી કરી હતી. જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં હાલના આદેશમાં કહ્યું હતું કે વિવિધ સેવાઓને આધારથી લિંક કરવાની 31 માર્ચ સુધીની સમય સીમા વધારવામાં આવે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજો વાળી સંવૈધાનિક પીઠે બાયોમેટ્રિક યોજનાને પડકાર આપનારી અરજીની સુનવણી કરતાં આ આદેશ આપ્યો હતો. સરકારે આધાર અને પાન લિંક કરવાની આ સીમા ચૌથી વખત વધારી છે.
આ પહેલા આ બંને ડેટા બેસને જોડવાની સીમા 31 જુલાઇ, 31 ઓગસ્ટ, 31 ડિસેમ્બર 2017 અને 31 માર્ચ 2018 હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,