દર સપ્તાહે યોજાતા જીનિયસ સંવાદ ના 50માં અધ્યાયમાં
સદભાવના: સુખની ચાવી વિષય ઉપર 21મીએ પૂ. જ્ઞાનવત્સલ સ્વામીજીનો સંવાદ
છેલ્લા 49 રવિવારથી દર સપ્તાહે સંવાદમાં 25000 થી વધુ લોકો દેશના વિવિધ રાજ્યો અને વિદેશોથી કાર્યક્રમમાં ઓનલાઇન જોડાઇ નિષ્ણાતોના પ્રવચનો માણે છે
સમાજના દરેક વર્ગ, વયજુથ અને વિષયોના માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શન માટે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા શરુ કરાયેલ જીનિયસ સંવાદ શ્રેણીના 50 અધ્યાય પુરા થવા જઈ રહ્યા છે.
દર રવિવારે યોજાતા આ સંવાદ શ્રેણીમાં રમત-ગમત, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, સંરક્ષણ, આરોગ્ય અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ વિષયોના નિષ્ણાંતોને દેશ-વિદેશથી ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરાયા હતા જેનો હજારો લોકોએ લાભ લીધો છે અને તેમના પ્રશ્નોના સમાધાન મેળવ્યા છે. અગામી અધ્યાયમાં 21 માર્ચના રોજ સવારે 11:00 કલાકે સદભાવના: સુખની ચાવી વિષય ઉપર ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના જાણીતા વકતા અને આધ્યાત્મિક ગુરુ પૂ. જ્ઞાનવત્સલ સ્વામીજીના સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
જીનિયસ સંવાદ શ્રેણીના સફર વિશે વાત કરતા જીનિયસ ગ્રુપના ચેરમેન શ્રી ડી.વી.મહેતા જણાવે છે કે આ સંવાદ શ્રેણી લોકડાઉન દરમ્યાન શરુ કરાયેલ, જેમાં લોકો પોતાના ઘરમાં બેસી વિવિધ સાંપ્રત વિષયો પર નિષ્ણાતોના મત જાણે અને તેમને મુંજવતા પ્રશ્નોની ચર્ચા નિષ્ણાતો સાથે કરે. આ શ્રેણીમાં દર સપ્તાહે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દાદરા નગર હવેલી, ઓડિશા, તેલંગાણા અને ભારતના અન્ય ભાગોથી લગભગ 10,000 થી 25,000 જેટલા લોકોએ જીનિયસા સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ અને જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલના માધ્યમથી આમંત્રિત મહેમાનો અને તજજ્ઞો સાથે જોડાયને લાભ લીધો છે. ભારત દેશના વિવિધ રાજયો ઉપરાંત વિદેશથી મુખ્યત્વે ફ્લોરિડા, ઇંગ્લેન્ડ, ટોક્યો, મસ્કત, ઓન્ટારીયો, દુબઇ, નેવાડા, કેલિફોર્નિયા, ટેક્સાસ વગેરે જેવા સ્થળોએથી 1500 થી 3500 દર્શકો જીનિયસ સંવાદમાં નિયમીત ક્રિયા-પ્રતિક્રિયા આપી જોડાતા હતા. સતત 50 સપ્તાહ સુધી જીનિયસ ગ્રુપના આ ઓનલાઈન સેશનના 50 સફળ સેશન્સના આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા અને સીઇઓ શ્રી ડિમ્પલબેન મહેતા અને આઇટી હેડ શ્રી પ્રમોદ જેઠવાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ ટીમના સભ્યો શ્રી દ્રિષ્ટી ઓઝા, શ્રી મનિષા રુઘાણી અને શ્રી જયેન્દ્રસિંહ સરવૈયા, જીનિયસ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના સેક્શન હેડ, જીનિયસ સંવાદના બ્રાન્ડ એમ્બેસેડર, શિક્ષકો અને તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ સમગ્ર વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયો છે.
સંવાદના નિષ્ણાત પૂ. જ્ઞાનવત્સલ સ્વામી ખુબ જાણીતા વકતા છે. તેઓ મોટિવેશનલ સ્પિકર, આધ્યાત્મિક ગુરુ અને ઇઅઙજ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન) માં સમાજ સુધારક તરીકે લાંબા સમયથી કાર્યરત છે. તેમણે ન્યુઝીલેન્ડ, યુરોપ, કેનેડા, યુ.એસ અને ઇંગ્લેન્ડ સહિતના ઘણા દેશોમાં વિવિધ સેમિનારોમાં પ્રેરક ભાષણો આપ્યા છે.
તેમણે અનેક પ્રેરણાદાયી વિષયો જેવા કે તણાવ, વર્ક-લાઇફ, કારકિર્દી, શિક્ષણ, શિષ્ટાચાર, વલણ, વગેરે વિષયોને તેમના વકતવ્યોમાં આવરી લીધા છે. તેમના માર્ગદર્શનથી અનેક લોકોને જીવનમાં, વ્યવસાયમાં વિકાસ અને સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે 20 થી વધુ દેશોની મુસાફરી કરી છે અને કારકિર્દીથી લઈને તણાવ સુધીના વિવિધ વિષયો ઉપર ઉંડાણપૂર્વક વાત કરી છે.
તેમના ઓનલાઇન વકતવ્યો વિવિધ વિડિયો પ્લેટફોર્મ પર ખુબ પસંદ કરાયા છે અને તેમના વકતવ્યોથી લાખો દર્શકો લાભાન્વિત થયા છે.